• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Diwali Gift To The Corporators Of The Municipality Who Depend On Grants! 120 Laptops Will Be Purchased At A Cost Of Rs 90 Lakh

દિવાળી ગિફ્ટ:ગ્રાંટ પર નિર્ભર પાલિકાની કોર્પોરેટરોને દિવાળી ગિફ્ટ! 90 લાખના ખર્ચે 120 લેપટોપ ખરીદાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સુરત મહાપાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ છે. નાના મોટા ખર્ચાઓ પર કાપ મુકવામાં આવી રહ્યા છે.એટલું જ નહીં શાસકોએ તો અધિકારીઓની ખરીદી સત્તા ઉપર ફુલ સ્ટોપ મુકી દીધું છે. ત્યારે હવે રૂ.90 લાખનો ખર્ચો કરીને પાલિકા તમામ કોર્પોરેટરો માટે લેપટોપ ખરીદશે.એક લેપટોપ પાછળ રૂપિયા 72,800 પ્લસ જીએસટીનો ખર્ચો કરી 120 નંગ લેપટોપ ખરીદી માટેની દરખાસ્ત ઇન્ફર્મેશન સિસ્ટમ ડીપાર્ટમેન્ટ (આઇટી) વિભાગે કરી છે.

તેના પર આગામી બુધવારે સ્થાયીમાં નિર્ણય લેવાશે. ચેરમેન પરેશ પટેલ પખવાડિયા સુધી રજા પર છે ત્યારે તેમની ગેરહાજરીમાં કાર્યકારી ચેરમેન બનાવી તેના અધ્યક્ષ સ્થાને નિર્ણય લેવાશે. ગત ટર્મમાં પણ લેપટોપ ખરીદીમાં લાખોનો ધુમાડો કરાયો હતો અને કોઈ ઉપયોગ પણ થયો ન હતો.

વર્ષ 2015માં પણ લેપટોપ પાછળ લાખોનો ધુમાડો કરાયો હતો પરંતુ ઘણાં ખરાને ચલાવતાં શુદ્ધા આવડતું ન હતું! હાલ પણ પરિસ્થિતિ એવી જ છે. ઘણાને ઉપયોગ પણ આવડતો નથી. કોરોનામાં ઓનલાઇન સામાન્ય સભામાં મોટેભાગના કાઉન્સિલરોએ તો મોબાઇલનો જ ઉપયોગ કર્યો હતો. ગત ટર્મમાં તો ઘરના ઉપયોગ માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીને આપી દીધાં હતાં.

અન્ય સમાચારો પણ છે...