મોત:સુરતમાં પિતાની પ્રથમ વરસીના રોજ ત્રીજા માળેથી પટકાયેલા દિવ્યાંગ અને મંદબુદ્ધિના કિશોરનું સારવાર દરમિયાન મોત

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
7 દિવસ સારવાર કરવામાં આવી પણ બચાવી ન શકાયો અને ઈનસેટમાં મૃતક કિશોરની ફાઈલ તસવીર - Divya Bhaskar
7 દિવસ સારવાર કરવામાં આવી પણ બચાવી ન શકાયો અને ઈનસેટમાં મૃતક કિશોરની ફાઈલ તસવીર
  • મૃતક આર્યન 7 દિવસ પહેલા જ મુંબઈથી સુરત મામાને ત્યાં રહેવા આવ્યો હતો

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી રણુજા ધામ સોસાયટીમાં ત્રીજા માળેથી પટકાયેલા દિવ્યાંગ અને મંદબુદ્ધિના કિશોરનું સારવાર દરમિયાન સુરત સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આર્યન 7 દિવસ પહેલા જ મુંબઈથી સુરત મામાને ત્યાં રહેવા આવ્યો હતો. પિતાની પ્રથમ વરસીના રોજ જ આર્યન રમતા રમતા ગેલેરીમાંથી નીચે પટકાતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયો હતો.

નાઢા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો
પ્રકાશભાઈ (મૃતક આર્યનના મામા) એ જણાવ્યું હતું કે, મૂળ પોરબંદરના રહેવાસી બહેનના લગ્ન મુંબઈ ખાતે રહેતા હસમુખભાઈ નાઢા સાથે થયા હતા. આર્યન પરિવારમાં એકનો એક દીકરો હતો. જોકે, 13 વર્ષના આર્યન મંદબુદ્ધિ અને દિવ્યાંગ હોવાથી તેની સાર-સંભાળ પર વધારે ધ્યાન આપવું પડતું હતું. 25મીએ સવારે જ બહેન દીકરા સાથે સુરત આવી હતી. ત્યારબાદ સાડા અગિયાર વાગ્યાના અરસામાં બહેન સામાન ગોઠવી રહી હતી. ત્યારે અચાનક આર્યન ગેલેરીની જાળી ખોલી નાખતા અકસ્માતે નીચે પટકાયો હતો. ઘરમાં બુમાબુમ થઈ જતા તમામ દોડી આવ્યા હતા અને નીચે પટકાયેલા આર્યનને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ આવતા દાખલ કરાયો હતો. જ્યાં સાત દિવસની લાંબી સારવાર બાદ તેનું મોત નિપજતા નાઢા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.