તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Divya Bhaskar's Photo Journalist Rescues Young Man Committing Suicide In Surat, Riteish Patel Holds Young Man With One Hand For 20 Minutes

દિલધડક રેસ્ક્યૂની શ્વાસ થંભાવી દે તેવી તસવીરો:દિવ્ય ભાસ્કરના ફોટો જર્નાલિસ્ટે સુરતમાં આપઘાત કરતા યુવકને બચાવ્યો, રિતેશ પટેલે 20 મિનિટ એક હાથથી યુવકને પકડી રાખ્યો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ONGC બ્રિજ પરથી આપઘાત કરવા જઈ રહેલા એક યુવકને દિવ્ય ભાસ્કરના ફોટો જર્નાલિસ્ટે બચાવ્યો હતો. - Divya Bhaskar
ONGC બ્રિજ પરથી આપઘાત કરવા જઈ રહેલા એક યુવકને દિવ્ય ભાસ્કરના ફોટો જર્નાલિસ્ટે બચાવ્યો હતો.
  • શેરબજારમાં નુકસાન થતાં યુવક તાપી નદી પરના ONGC બ્રિજથી કૂદી રહ્યો હતો

કોરોનાના કપરા કાળમાં લોકોની શારીરિક તો ઠીક પણ માનસિક સ્થિતિ પણ બગડી રહી છે. શેરબજારમાં નુકસાન જતા નાસીપાસ થઈ એક યુવકે શનિવારે શહેરના ઓએનજીસી બ્રિજ પરથી કૂદી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે દિવ્યભાસ્કરના ફોટો જર્નાલિસ્ટ રિતેશ પટેલની નજર પડતાં તેમણે માનવ ધર્મ બજાવી યુવકને જીવનનું અંતિમ પગલું ભરતાં બચાવી લીધો હતો.

20 મિનિટ યુવક લટકી રહ્યો
20 મિનિટ યુવક લટકી રહ્યો

પાળીની અંદરના ભાગે 20 મિનિટ પકડી રાખ્યો
રિતેશ પટેલ ઓએનજીસી બ્રિજ પરથી મગદલ્લા તરફ કારમાં પસાર થઇ રહ્યા હતા તે વખતે 35 વર્ષનો એક યુવક શંકાસ્પદ હાલતમાં પુલ પરથી નદીમાં કૂદવાનો પ્રયાસ કરતો હતો. તરત તેમણે ગાડી સાઈડ ઉપર કરી બુમાબુમ કરી ત્યારે અન્ય એક વ્યક્તિ પણ મદદે આવતાં તેઓ ત્યાં પહોંચી ગયા અને તેને બ્રીજના છેડે બનાવેલી પાળીની અંદરના ભાગેથી 20 મિનીટ સુધી પકડી રાખ્યો હતો. થોડી વારમાં તો લોકોનું ટોળું ભેગું થઈ ગયું. ટોળામાં કોઈને કહીને કેમેરો મંગાવી જાતે તસવીર લીધી હતી.

અંતે યુવકનો જીવ બચી ગયો
અંતે યુવકનો જીવ બચી ગયો

યુવકને જાળી ઉપરથી ખેંચી લેવાયો
આત્મહત્યાની કોશિશ કરનાર વ્યક્તિ “મને છોડી દો મારે મરવું જ છે”નું સતત રટણ કરી રહ્યો હતો. બ્રીજ ઉપર લટકેલા યુવકને જોતાં જ મગદલ્લા ગામની એક બોટ તાપીમાં આ યુવકની મદદે પહોંચી હતી. બોટચાલક કહેતો કે તમે છોડી દો અમે નીચે તેને બચાવી લઈશું, પણ પકડી રાખ્યો. લોકોએ મદદ કરતાં અંતિમ પગલું ભરી રહેલા યુવકને જાળી ઉપરથી ખેંચી લેવાયો હતો. કોલ મળતાં જ ડુમસ પોલીસ યુવકને લઈ ગઈ હતી.

ફોટો જર્નાલિસ્ટ રિતેશ પટેલની તસવીર
ફોટો જર્નાલિસ્ટ રિતેશ પટેલની તસવીર
અન્ય સમાચારો પણ છે...