તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પત્નીને 2 વાર તલાક આપી દહેજ માંગતાં પતિ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લિંબાયતમાં મુસ્લિમ પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ
  • જૂના પતિ સાથે ફરી લગ્ન કરી વીડિયોકોલથી છૂટાછેડા લીધા

લિંબાયતમાં રહેતી પરિણીતાને તેના પતિએ ત્રણ વખત તલાક બોલીને ડિવોર્સ આપી દીધા, ફરીથી જૂના પતિએ લગ્ન કર્યા, પછી દહેજ માંગ્યું હતું. દહેજ ન મળતા ફરીથી ત્રણ તલાક બોલીને ફરીથી ડિવોર્સ આપી દેતા કેસ પોલીસ મથકે પહોંચ્યો હતો.લિંબાયતમાં રહેતી સુલતાના(નામ બદલ્યું છે)ના લગ્ન 2014માં મુંબઈના ધારાવીમાં રહેતા મોહમદ જાવેદ એઝાજ મિર્ઝા સાથે થયા હતા. લગ્નના મહિના પછી પતિ સહિતના સાસરિયાઓ સુલતાનાને ત્રાસ આપવા લાગ્યા હતા. મોહમદ જાવેદ નાની-નાની વાતે સુલતાનાને માર મારતો હતો. તું મને નથી ગમતી કહીને હેરાન કરતો હતો.

ત્યારે તેના પતિએ ત્રણ વખત તલાક બોલીને સુલતાનાને ડિવોર્સ આપી દીધા હતા. બાદ થોડા મહિનામાં મોહમદ જાવેદ સુલતાનાને મળવા આવ્યો. તેને કહ્યું કે, તે ફરીથી તેને રાખવા માંગે છે. તેની સાથે ફરીથી લગ્ન કરશે. બાદ મુસ્લિમ રિવાજ મુજબ સુલતાનાની વિધિ કરીને ફરીથી મોહમદ જાવેદ સાથે મુંબઈમાં લગ્ન કર્યા હતા. ત્યારે પણ શરૂમાં સારી રીતે રાખીને થોડા મહિનાઓ બાદ તેણીને ત્રાસ આપવાનું શરુ કર્યું હતું. દરમિયાન સુલતાનાએ ત્રણ વર્ષમાં બે દીકરીઓને જન્મ આપ્યો હતો. તેનો પતિ દહેજ પેટે 3 લાખ રૂપિયા માંગતો હતો.

સુલતાના સાસુ-સસરાને ફરિયાદ કરતી તો તેઓ પણ મોહમદ જાવેદનો સપોર્ટ કરતા હતા. ઓગસ્ટ-2020માં દીકરો ન થવા બાબતે જાવેદે સુલતાનાને માર માર્યો હતો. પછી સુલતાના સુરત આવી ગઈ હતી. બાદ પણ ફોન પર ઝઘડાઓ થતા હતા. પતિએ કહ્યું કે, હવે રૂપિયા લીધા વગર આવશે તો જાનથી મારી નાખશે. મે મહિનામાં જાવેદે સુલતાનાને વીડિયો કોલ કરીને 3 વખત તલાક બોલીને ડિવોર્સ આપી દીધા હતા. સુલતાનાએ પતિ, સાસુ મતિમુન નિશા,સસરા મોહમદ એઝાજ વિરુદ્ધ લિંબાયત પોલીસમાં મુસ્લિમ મહિલા અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...