તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝોલાછાપ તબીબ:સુરત જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બે બોગસ ડોક્ટર ઝડપાયા, એક તો 12 નાપાસ નીકળ્યો

સુરત2 મહિનો પહેલા
બંને આરોપી ઈન્ડીયન મેડીકલ કાઉન્સીલ તથા ગુજરાત મેડિકલ કાઉન્સિલના નોંધણી પ્રમાણપત્ર વગર પ્રેક્ટિસ કરતા હતા.
  • ડોક્ટરની ડિગ્રી વગર બંને આરોપીઓ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા

સુરત ગ્રામ્ય પોલીસે બે બોગસ ડોક્ટરો ઝડપી પાડ્યા છે. ગુજરાત મેડિકલ જનરલ પ્રેક્ટીસ કરવાના લાયસન્સ વગર એલોપેથિક અને હોમિયોપેથિક દવાઓ આપતા હતા. બંને આરોપીઓ પૈકી એક ચંદન કુમાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોતે ધોરણ 12 નાપાસ છે.

એલોપેથી-હોમિયોપેથી એમ અલગ અલગ પ્રકારની દવાઓ આપતા હતા
સુરત ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે, કડોદરા વિસ્તારમાં તેમજ બગુમરા ખાતે બે બોગસ ડોક્ટરો પ્રેક્ટીસ કરી રહ્યા છે. બાતમીના આધારે ગ્રામ્ય પોલીસે બન્ને સ્થળ ઉપર જઇને ખરાઇ કરતા ચંદન કુમાર ચૌધરી અને અવધેશ કુમાર સિંઘ ઝડપાયા હતા. બંને ગુજરાત મેડિકલ જનરલ પ્રેક્ટીસ કરવાના લાયસન્સ વગર દવાખાનું ચલાવતા હતા. તેમજ દર્દીઓને એલોપેથી-હોમિયોપેથી એમ અલગ અલગ પ્રકારની દવાઓ તથા મેડીકલ પ્રેક્ટિસના સાધનો વગર ડિગ્રીએ તેમજ ઈન્ડીયન મેડીકલ કાઉન્સીલ તથા ગુજરાત મેડિકલ કાઉન્સિલના નોંધણી પ્રમાણપત્ર વગર પ્રેક્ટિસ કરતા હતા. ડોક્ટરની ડિગ્રી વગર આ બંને આરોપીઓ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા.

બંને આરોપીઓ પાસેથી મેડીકલ પ્રેક્ટિસના સાધન સામગ્રી અને દવાઓ જપ્ત કરવામાં આવી છે.
બંને આરોપીઓ પાસેથી મેડીકલ પ્રેક્ટિસના સાધન સામગ્રી અને દવાઓ જપ્ત કરવામાં આવી છે.

મેડીકલ પ્રેક્ટિસના સાધન સામગ્રી અને દવાઓ જપ્ત
ઝડપાયેલા બંને ડોક્ટરો પૈકી ચંદન કુમાર ચૌધરી હિમાની ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતો હતો અને મુળ બિહારનો છે. અવધેશકુમાર સિંઘ ઉત્તર પ્રદેશનો વતની હોવાનું જાણવા મળ્યું છે. ચંદન કુમાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે પોતે ધોરણ 12 નાપાસ છે. જેના વિરોધમાં કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત મેડીકલ પ્રેકટીશનર 1963ની કલમ 30, 31 મુજબ ગુનો દાખલ થયો છે. બંને આરોપીઓ પાસેથી મેડીકલ પ્રેક્ટિસના સાધન સામગ્રી અને દવાઓ જપ્ત કરવામાં આવી છે.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી.

હજી અનેક બોગસ ડોક્ટરો ઝડપાય તેવી શક્યતા
સુરત ગ્રામ્ય સહિત સુરત શહેરમાં પણ આવા ઝોલાછાપ ડોક્ટરો બોગસ ડિગ્રી લઈને દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસની ટીમ સતત સમયાંતરે જે તે વિસ્તારોમાં ચાલતા ક્લિનિકોના ડોક્ટરોના સર્ટીફીકેટ તપાસવાનું અભિયાન શરૂ કરે તો હજી અનેક બોગસ ડોક્ટરો ઝડપાય તેવી શક્યતાઓ રહેલી છે. ભૂતકાળમાં પણ સુરત શહેરમાં પાંડેસરા, ઉધના, લિંબાયત, જેવા વિસ્તારોમાં આવા બોગસ ડોક્ટરો ઝડપાઇ ચૂકયા છે. જિલ્લામાં પણ આરોગ્ય વિભાગની ટીમ વધુ સતર્ક રહી કામગીરી શરૂ કરે તો આવા અનેક ઝોલાછાપ ડોક્ટરો હાથમાં આવી શકે છે.