• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Application To District Collector By Surat City And District Higher Secondary Teachers Union For Non payment Of Arrears Of 7th Pay Commission

રજૂઆત:સાતમા પગાર પંચનું એરિયર્સ ન ચૂકવાતા સુરત શહેર અને જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન

સુરત3 મહિનો પહેલા
ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા મહત્વના મુદ્દાને લઇને સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.
  • પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા કેટલાક મહત્વના મુદ્દાને લઇને સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેમના અનેક એવા પ્રશ્નો અત્યાર સુધી ઉકેલાઈ નથી. પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરીને સળંગ ગણવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. સાતમા પગાર પંચનું એરિયર્સ પાંચ સપ્તાહમાં ચૂકવવા જાહેરાત કરવામાં આવી હોવા છતાં પણ ચૂકવવામાં આવ્યો નથી.

જૂની પેન્શન યોજના અમલમાં મૂકવાની રજૂઆત
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના કર્મચારીઓ દ્વારા અનેક પ્રકારની વિસંગતતાઓ સામે આવી રહી છે તેને લઈને પણ પોતાની વ્યથા વર્ણવી હતી. સરકારના શિક્ષણ વિભાગના પરિપત્રમાં બિનશરતી ફાજલના કાર્ય રક્ષણના પરિપત્રમાં રહેલી વિસંગતતાઓ અને વાંધાજનક મુદ્દો દૂર કરવા બાબતે લેખિતમાં અને અવાર-નવાર વર્ષોથી માગણી કરી રહ્યા છે પરંતુ તે દૂર કરવામાં આવી નથી. સી.પી. એફ અને વર્ધિત પેન્શન યોજના નાબૂદ કરી જીપીએફ અને જૂની પેન્શન યોજના અમલમાં મૂકવાની રજૂઆત કરવામાં આવી છે.

કર્મચારીઓ દ્વારા અનેક પ્રકારની વિસંગતતાઓ સામે આવી રહી છે તેને લઈને પણ પોતાની વ્યથા વર્ણવી.
કર્મચારીઓ દ્વારા અનેક પ્રકારની વિસંગતતાઓ સામે આવી રહી છે તેને લઈને પણ પોતાની વ્યથા વર્ણવી.

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાંની ચીમકી
સુરત શહેર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રસિક ઝાંઝમેરાએ જણાવ્યું કે અમારી કેટલી પડતર માંગણીઓ છે તે સરકાર દ્વારા હજુ સુધી પૂર્ણ કરવામાં આવી નથી. રાજ્યભરમાં અમારા અલગ-અલગ 36 જેટલા ઘટકો છે તમામ દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં અમે તમામ કલેક્ટર કચેરીની બહાર પ્રતિક ધરણાં કરીશું અને છતાં પણ જો અમારી માંગણી નહીં ઉકેલાય તો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરીશું.