લોકોમાં ઓર્ગન ડોનેશન અંગે જાગ્રૃતિ આવે તે માટે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા પતંગ પર અવેરનેસના મેસેજ લખીને 1 લાખ પતંગ છપાવીને વિના મૂલ્યે વેચાણ કરવામાં આવ્યા છે. ડોનેટ લાઈફ સંસ્થાનો અંદાજ છે કે, 1 લાખ પતંગથી 5 લાખ લોકો સુધી ઓર્ગન ડોનેશનનો મેસેજ પહોંચશે.
એક અંદાજ અનુસાર દેશમાં દર વર્ષે 5 લાખથી વધુ વ્યક્તિઓ ઓર્ગન ન મળવાને કારણે મૃત્યુ પામે છે. ત્યારે રાજ્યમાં અંગદાન માટે જનજાગૃતિ લાવવાનું કાર્ય કરતી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સમાજમાં અંગદાન પ્રત્યે વધુને વધુ જાગૃતિ આવે તે માટે અંગદાન-જીવનદાનના સંદેશા સાથેના પતંગોનું વિતરણ સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન અને ઓમ ઈન્સ્યોરન્સ બ્રોકર્સ પ્રા.લી.ના સહયોગથી સુરત સહીત ગુજરાતના જુદા-જુદા શહેરોમાં કરાયું યું છે.
ડોનેટ લાઈફનો ઉદ્દેશ પતંગના માધ્યમથી સમાજમાં અંગદાન જીવનદાનનો સંદેશો ફેલાવવાનો છે. ડોનેટ લાઈફ સંસ્થા સાથે જોડાયેલા નિલેશ માંડલેવાલા કહે છે કે, ‘ડોનેટ લાઈફ દ્વારા દર વર્ષે “પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવારને સંગ”નું આયોજન કરાય છે. કોરોનાને લઈ આ રીતે પતંગના ઉપયોગથી ઓર્ગન ડોનેશનની જાગ્રૃતિનો પ્રયોગ ભારતમાં પ્રથમ વખત કરાઈ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.