આવેદન:જિલ્લા પંચાયતની સ્કૂલોમાં 355 શિક્ષકોની ઘટ પૂરવા માંગ

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 22 શિક્ષકોના તો કોરોનામાં મોત થયા

‘ભણશે ગુજરાત તો બઢશે ગુજરાત’ના સરકારના સુત્રો વચ્ચે સુરત જિલ્લા પંચાયતની શાળામાં છેલ્લા કેટલાય સમયથી શિક્ષકોની ભરતી જ ન કરવામાં આવી હોવાથી હાલમાં મંજુર મહેકમ કરતા 355 શિક્ષકોની ઘટની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર દેખાઇ છે.

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનંુ સ્તર ઉંચુ લાવવા માટેના પ્રયાસોના ભાગ રૂપે છેલ્લા કેટલાક વર્ષોથી સરકારે ‘ભણશે ગુજરાત બઢશે ગુજરાત’ સુત્ર આપ્યું છે. જોકે, સરકાર દ્વારા જ કેટલીક ઉદાસીનતાના કારણે સુરત જિલ્લાના પ્રાથમિક શાળામાં બાળકોને સારી રીતનું શિક્ષણ નહીં મળતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. સુરત જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય દર્શન નાયકે જિલ્લાની શાળામાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માટેની માંગ કરી ડીડીઓને રજુઆત કરી છે કે, એક તરફ સરકાર મોડેલ સ્કૂલો બનાવવાની જાહેરાત કરી રહી છે અને બીજી તરફ સુરત જિલ્લામાં આવેલી સરકારી શાળાઓ મર્જ કરીને બંધ કરવામાં આવી રહી છે.

શાળા મર્જ થતા ભુલકાઓને નવી શાળા સુધી જવા માટેની સમસ્યા ઉભી થઇ રહી છે. વળી સુરત જિલ્લાની શાળાઓમાં શિક્ષકોની ઘટ હતી તેવામાં કોરોના 22 જેટલા શિક્ષકોને ભરખી ગયો હતો. હાલ જિલ્લા પંચાયતની શાળાઓમાં 355 શિક્ષકોની ઘટ છે. આ ઘટ વહેલી તકે પૂરવા અને કોરોનામાં મૃત્યુ પામનાર શિક્ષકોના પરિવારજનોને સહાય આપવા માટેની માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...