તંત્રની તૈયારી:ગૌરી-ગણેશ માટે બનાવાયેલાં 8 કૃત્રિમ તળાવોમાં દોઢ દિવસના માનતાના 419 ગણેશજીનું વિસર્જન

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે ત્રણ દિવસના 12 હજારથી વધુ ગણેશજીનું વિસર્જન પાર પાડવા તંત્રની તૈયારી શરૂ
  • પાલના તળાવમાં સૌથી વધુ 160 પ્રતિમાનું વિસર્જન કરાયું

પાલિકાએ ગૌરી-ગણેશ માટે બનાવેલા 8 કૃત્રિમ તળાવોમાં રવિવારે બપોર સુધીમાં દોઢ દિવસના અને માનતાના ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ 8 તળાવો મળી કુલ 419 પ્રતિમાઓનું વિસર્જન કરાયું છે, જેમાં પાલ આરટીઓ કૃત્રિમ તળાવમાં સૌથી વધુ 160 પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. જ્યારે હવે 3 દિવસના ગૌરી-ગણેશજીનું વિસર્જન કરવા પાલિકા, પોલીસે આગોતરી તૈયારી કરી લીધી છે. અંદાજે 12 હજાર પ્રતિમાઓનું વિસર્જન થાય તેવી શક્યતા છે આ પૈકી ્નેકનું ઘરઆંગણે જ વિસર્જન થઈ શકે છે.

વિઘ્નહર્તાના મંડપમાં કોરોનાની વેક્સિનના પ્રથમ ડોઝનો ‘પ્રસાદ’, અડાજણમાં 120 લોકોનું રસીકરણ
શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા ગેલ ટાવર સહિતના અનેક મંડપોમાં ઉત્સવની ઉજવણી સાથે વૅક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. અહીંના તથાસ્તુ ગ્રુપે લોકોને વૅક્સિનના પ્રથમ ડોઝનો ‘પ્રસાદ’ મળે માટે પાલિકાની ટીમ બોલાવી હતી. દરમિયાન અહીં કુલ 120 લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હતો.

અડાજણના અન્ય મંડપોમાં પણ સેન્ટર ચાલશે
આ અંગે કોર્પોરેટર વૈશાલી શાહે જણાવ્યું કે, લોકોને ઘર આંગણે જ સુવિધા મળી રહે એ હેતુથી ગેલ ટાવર ખાતે મંડપમાં વૅક્સિનેશનનું આયોજન કરાયું હતું. આ જ રીતે આ સેન્ટર અન્ય મંડપોમાં પણ ચાલુ રહેશે. ઘણા ગણેશ મંડળો વેક્સિન સેન્ટરની માંગ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...