દસ્તાવેજ કૌભાંડીઓએ ખોટા લિટિગેશન બનાવીને નાણાં પડાવી લેવા રચેલા કારસામાં મૂળ માલિકના વારસદારો તકરારમાં પડ્યા છે. ડુમસની પારસીની જમીનના વારસદાર હોવા છતાં ભૂમાફિયાઓએ દસ્તાવેજમાં ચેડા કર્યા હતા. વલસાડની ગેંગે બોગસ જમીનમાલિક બનાવી તેના વારસદારો પણ ઉભા કરી દીધા હતા. જેથી મૂળ માલિકના વારસદારો હવે કલેકટર કચેરીમાં દોડતા થયા છે. તપાસ અધિકારી એસીપી સરવૈયાએ જણાવ્યું કે, ફરિયાદપક્ષે સબ રજિસ્ટ્રાર, 2 સાક્ષીના નિવેદન લીધા છે.
બુકનું બાઇડિંગ જોઇને અધિકારી પણ ચોંકી ઉઠ્યા
કૌભાંડીઓએ કરોડોની જમીનના દસ્તાવેજ બદલવા પોતાની કોઇ એન્ટ્રી ન પડે તથા કાગળો બદલ્યા બાદ તેને પરત મૂકવા ઉપરાંત બુકની બાઇડિંગમાં પણ તકેદારી રાખી હતી. એક સમયે અધિકારી પણ થાપ ખાઇ ગયા હતા.
‘અમારા દસ્તાવેજમાં ખોટુ થયું છે’ની ફરિયાદો મળવા લાગી
લિટિગેશન કેસ ચાલતા હોય કે કોઇ તકરાર હોય તેવા પક્ષકારો પણ સબ રજીસ્ટ્રાર કચેરી પર આવીને દસ્તાવેજ સાથે ચેડા થયા હોવાના આક્ષેપો કરવા લાગ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.