તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોબાળો:વોર્ડ નં.8 અને 12ના રિટર્નિંગ ઓફિસરની કચેરીમાં ઈ‌વીએમ અને પોસ્ટલ બેલેટની પેટી મળતાં વિવાદ

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

નાનપુરા બહુમાળી બિલ્ડિંગમાં આવેલી વોર્ડ નં. 8 અને 12ના રિટર્નિંગ ઓફિસરની કચેરીમાં સોમવારે સાંજે પોસ્ટલ બેલેટ પેટી અને 10 જેટલા ઇવીએમ મશીન મળી આવતા કોંગ્રેસ સહિતના ઉમેદવારોએ અધિકારી દ્વારા ગોટાળો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે આ વોર્ડના પોસ્ટલ બેલેટનું મતદાન ફરી કરવવા માટેની માંગ કરવામાં આવી છે. સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 8 અને 12ના રિટર્નિંગ ઓફિસર સી.વી.પટેલ સામે ફોર્મ ચકાસણી વખતે ભાજપની મહિલા ઉમેદવાર સુવર્ણાના રાજીનામાં બાબતે વિવાદ થયો હતો.

ત્યાર બાદ સોમવારે પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. બપોર બાદ આ વોર્ડના કોંગ્રેસના ઉમેવાર પાર્થ લાખાણી અને તેના કાર્યકરો નાનપુરા બહુમાળી બિલ્ડિંગના ચોથા માળે આવેલી રિટર્નિંગ ઓફિસરની કચેરીમાં ગયા હતા. ત્યારે કચેરીમાં પોસ્ટલ બેલેટની મતપેટી તથા 10 જેટલા ઇવીએમ જોવા મળ્યા હતા. દરમિયાનમાં અન્ય પક્ષના ઉમેદવારો પહોંચી જઇને હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિ પામી જઇને આર.ઓ સી.વી. પટેલ તેમની ચેમ્બરને તાળું મારીને ચાલી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો