તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરજી નામંજૂર:વિધવા ભાભી સામેની નણંદની હક્ક માંગતી અરજી નામંજૂર

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાઈ પોલીસમાં ફરજ બજાવતો હતો

વિધવા ભાભી સામે નણંદ દ્વારા ભત્રીજીના કબજા ઉપરાંત ભાઇના મૃત્યુ બાદ મળેલાં કેટલાંક લાભ પોતાને આપવા માટેની કરાયેલી અરજી કોર્ટે નામંજૂર કરી છે.નણંદના ભાઈ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા અને તેમનું મૃત્યુ થતાં નણંદ અને વિધવા ભાભીનો કેસ કોર્ટમાં પહોંચ્યો હતો.અઠવાલાઇન્સ ખાતે રહેતા નણંદ અંકિતા (નામ બદલ્યુ છે) એ પોતાની વિધવા ભાભી સામે કોર્ટમાં વળતરની તેમજ અન્ય હકોની અરજી કરી હતી.

કોર્ટે ચુકાદામાં શું કહ્યું
નણંદ તેમની ભાભી વિરુદ્ધ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ હેઠળ કેસ ન કરી શકે. કેમ કે, ભાભી એ હાલના કેસમાં ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ હેઠળની પ્રતિવાદીની સંખ્યામાં આવતા નથી અને જ્યારે નણંદ કે સાસુ વ્યથિત વ્યક્તિ હોય તેવા સંજોગોમાં તેઓ ફક્ત તેમની સાથેના કૌટુંબિક સંબંધમાં હોય તેવા પુરુષ સભ્યને જ પ્રતિવાદી તરીકે જોડી આ પ્રકારની અરજી કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો