ગંભીર બેદરકારી:કોન્ટ્રાકટરને બચાવવા પોલીસ અને પાલિકા ખો-ખો આપી રહ્યાની ચર્ચા

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેસુમાં કરંટ લાગતા બાળકના મોતની ઘટનામાં ગંભીર બેદરકારી
  • બાળકની માતા ફરિયાદ આપશે તો ગુનો દાખલ કરીશું : પોલીસ

વેસુમાં 10 વર્ષના બાળકે સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાકટરના પાપે જીવ ગુમાવ્યો હતો. ખોદકામ વેળા વાયરો ખાડામાં ખુલ્લા રાખી જતા રહ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. ઉપરાંત બાળકના પરિવારે પાલિકાના કોન્ટ્રાકટરની ગંભીર બેદરકારી હોવાની વાત પોલીસને જણાવી છતાં પોલીસ ગુનો નોંધતી નથી.

ઉપરથી એવી પણ વાત સામે આવી રહી છે કે કોન્ટ્રાકટરને બચાવવા માટે બાળકના પરિવાર સાથે સમાધાન કરાવા કેટલાક લોકો પ્રયાસ કરી રહયા હોવાની છે. પોલીસ ધારે તો પોતે પણ ફરિયાદી બની કોન્ટ્રાકટર સામે ગુનો દાખલ કરી શકે છે. પરંતુ પોલીસ માત્ર એવુ કહે છે કે બાળકની માતાને નિવેદન લેવા માટે બોલાવી છે.

બાળકની માતા ફરિયાદ આપશે તો ગુનો દાખલ કરીશું. ટૂંકમાં કોન્ટ્રાકટરને બચાવવા પોલીસ અને પાલિકા ખો-ખો આપી રહી છે.

અન્ય સમાચારો પણ છે...