તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PSI આપઘાત કેસ:સાડા 4 વર્ષના દીકરા માટે જોશી દંપતી વચ્ચે નોકરી છોડવા મુદ્દે મનદુ:ખ હોવાની ચર્ચા

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
સ્મીમેર ખાતે મૃતક પીએસઆઈના પાર્થિવ દેહના દર્શન કરતા પરિજનો. - Divya Bhaskar
સ્મીમેર ખાતે મૃતક પીએસઆઈના પાર્થિવ દેહના દર્શન કરતા પરિજનો.
 • આપઘાત પહેલાં PSI અમિતાએ દીકરાને વીડિયો કોલિંગમાં કહ્યું, તારી બહુ યાદ આવે છે

પીએસઆઈ અમિતા જોષી અને તેમના કોન્સ્ટેબલ પતિ વચ્ચે નોકરી છોડવા બાબતે ઝઘડો ચાલતો હોવાની ચર્ચા છે. પીએસઆઈ જોષી એવું ઇચ્છતા હતા કે દીકરા પર સારી રીતે ધ્યાન રાખી શકાય તે માટે કોન્સ્ટેબલ પતિ નોકરી છોડી દે અને કોન્સ્ટેબલ પતિ એવું ઇચ્છતા હતા કે દીકરા માટે તેમની પત્ની નોકરી છોડી દે.

પતિ-પત્ની નોકરી પર હોવાથી તેમનો દીકરો તેમના વતને દાદા-દાદી પાસે જ રહેતો હતો. અમિતા જોષી અને તેમના પતિ વૈભવ જોષી પહેલા ભાવનગરમાં કોન્સ્ટેબલ હતા. તે સમયે બંનેએ સગાઈ કરી હતી. ત્યાર બાદ અમિતા જોષીએ પીએસઆઈની પરીક્ષા આપી હતી. તેઓ પાસ થતા પીએસઆઈ બન્યા હતા. બાદ 5 ડિસેમ્બર 2014ના રોજ તેઓના લગ્ન થયા હતા. અમિતા જોષીની સુરતમાં બદલી થતા વૈભવ પણ બદલી કરાવી સુરત આવી ગયો હતો.

2016માં તેમના ત્યાં દીકરા જૈનમનો જન્મ થયો હતો. હાલ જૈનમ સાડા ચાર વર્ષનો છે. બંને નોકરી પર હોવાથી જૈનમ પર ધ્યાન રાખી શકાય નહીં. તેથી જૈનમ વતનમાં દાદા-દાદી સાથે રહે છે. તે અવાર-નવાર સુરત આવતો હતો. જૈનમ પર સારી રીતે ધ્યાન રાખી શકાય તેથી પીએસઆઈ અમિતા જોષી અને કોન્સ્ટેબલ વૈભવ વ્યાસ બંને એકબીજાને નોકરી છોડવાનું કહેતા હતા. ચર્ચા છે કે બંને વચ્ચે આ મુદ્દે અવાર-નવાર તકરાર થતી હતી. એક અઠવાડિયા પહેલા પીએસઆઈ અમિતા જોષીના સાસુ હર્ષાબેન અને પુત્ર જૈનમ વૈભવના ઘરે હતા. 28 નવેમ્બરે તેઓ ગયા હતા.

હાલમાં વતનમાં તેમના સંબંધીના ત્યાં લગ્ન હોવાથી વૈભવ વતન ગયા હતા. અમિતા જોષીને રજા મળી ન હોવાથી તેઓ જઈ શક્યા ન હતા. શનિવારે તેમના લગ્નની વર્ષગાંઠ હતી. ત્યારે પણ વૈભવ તેમની સાથે ન હતા. શનિવારે બપોર પહેલા વૈભવ સુરત આવવાના હતા પરંતુ તેઓ તેમની મોટી બહેનને ઘરે ગારિયાધાર જવા નીકળ્યા હતા. આ મુદ્દે પણ ફોન પર બંને વચ્ચે ઝઘડો થયો અને તેના થોડા સમયમાં અમિતા જોષીએ આત્મહત્યા કરી હોવાની ચર્ચા છે.

ઉલ્લેખનીય છે કે, સ્મીમેરમાં અમિતાના શબનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. બાદ સ્મીમેરમાં જ શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ રખાયો હતો. ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. આ સમયે ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બાદ તેમના મૃતદેહને તેમના પિયર ધારી(જિલ્લો.અમરેલી) ખાતે લઈ જવાયો હતો. અંતિમ વિધી ધારીમાં કરાશે.

બંને નોકરી કરતા હોવાથી દીકરો દાદા-દાદી પાસે રહે છે
દીકરો જૈનમ તેના દાદા-દાદીની સાથે રહે છે. શનિવારે બપોરે 12.30 વાગે અમિતાએ સાસુ હર્ષાબેન અને જૈનમ સાથે વીડિયો કોલથી વાત કરી હતી. તે સમયે અમિતાએ જૈનમને કહ્યું કે તારી બહુ યાદ આવે છે. તો જૈનમે કહ્યું કે તમે મારા માટે નોકરી છોડી દો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો