તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્લભ પટેલ આત્મહત્યા કેસ:સોદા થયેલા રોકડ વ્યવહારની એન્ટ્રીઓમાં દુર્લભભાઇ-કોશિયાના હિસાબમાં ભેદભરમ

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુર્લભભાઇએ એન્ટ્રીઓ નોટબંધી પહેલા રાખી હતી એટલે પેનલ્ટી લાગી ન હતી

આ કેસમાં આઇટીએ જે એસેસમેન્ટ ઓર્ડર કર્યા છે તેની તરફ પણ પોલીસની નજર મંડરાઈ છે અને પોલીસે એસેસમેન્ટ ઓર્ડરની કોપીઓ પણ મેળવી હોવાની માહિતી મળી રહી છે.દુર્લભભાઇ પટેલે પોતાના હિસાબમાં બતાવ્યું હતું કે તેમને વર્ષ 2014-15(એસેસમેન્ટ યર મુજબ)માં એક કરોડ મળ્યા, 2015-16માં 5 કરોડ અને વર્ષ 2016-17માં 12 કરોડ મળ્યા હતાં. જ્યારે કોશિયાના હિસાબ મુજબ વર્ષ 2014-15માં 40 લાખ ચૂકવ્યા, વર્ષ 2015-16માં 4.48 કરોડ, 2016-17માં 2.40 કરોડ અને વર્ષ 2017-18માં 1,07,69000 કરોડ હતાં. દુર્લભના હિસાબ મુજબ 18 કરોડ થાય છે અને કોશિયાના હિસાબ મુજબ 8,35,69,000 કરોડ થાય છે. એટલે સીધો દસ કરોડનો ડિફરન્સ સામે આવે છે. અહીંથી આઇટી અધિકારીઓ પણ ચકરાવે ચઢયા હતા. આથી બંનેના સ્ટેટમેન્ટ લીધા હતા.

છ કરોડ 2 નવેમ્બર, 2015ના રોજ કોશિયાએ ચુકવવાના હતા
અધિકારીએ સોદા ચિઠ્ઠીમાં પેમેન્ટની તારીખ જોઇ તો છ કરોડ 2 નવેમ્બર, 2015ના રોજ કોશિયાએ ચુકવવાના હતા. જે પેમેન્ટ દુર્લભ પટેલે એકાઉન્ટમાં 1લી જૂન, 2015ના પહેલાં બતાવ્યું હતું. અધિકારી સવાલ કર્યો કે આ પેમેન્ટ કેમ વહેલા આવ્યું તો દુર્લભ પટેલે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે કિશોર કોશિયાને ચેક મોડા આપો તો ચાલશે, રોકડ જલદી આપી દો એમ કહ્યું હતું. 1 જૂનના રોજ આઇટીમાં નવો નિયમ લાગુ પડતો હતો કે જમીનના સોદામાં 20 હજારની ઉપર જેટલાં રોકડાના ટ્રાન્ઝેકશન હોય તેની પર 100 ટકા પેનલ્ટી લાગશે.

દુર્લભ પટેલે રૂપિયા જમીનના સોદાના હોવાનું કહ્યું હતું
દુર્લભ પટેલે તમામ રકમ આ તારીખ પહેલા બતાવી હતી, જેથી પેનલ્ટી લાગી ન હતી. જ્યારે કોશિયાએ આ તારીખ બાદ 3.47 કરોડનું પેમેન્ટ ચુકવાયુ હોવાનું બતાવ્યું હતું. આ હિસાબો દરમિયાન જ નોટબંધી આવી ગઈ હતી, જેમાં દુર્લભ પટેલે રૂ. 8.35 કરોડ બેન્કમાં જમા કર્યા હતા, આથી ફરી આઇટીની નોટિસ ગઈ હતી અને આ રૂપિયા ક્યાંથી આવ્યા, ક્યાં છે એનો હિસાબ માંગ્યો હતો. એટલે દુર્લભ પટેલે આ રૂપિયા જમીનના સોદાના હોવાનું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...