તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિવેદન:મામલતદારને લાંચની 50 ટકા રકમ અપાતી હોવાનો ઘટસ્ફોટ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ACBની પૂછપરછમાં વચેટીયાની કબૂલાત

નાનપુરા બહુમાળીમાં વધારાના એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની કચેરીમાં ટાઉટ અનિલ ઈશ્વર પટેલ મંગળવારે 50 રૂપિયાની લાંચમાં પકડાયો હતો. એસીબીની પૂછપરછમાં ટાઉટ અનિલ પટેલે અઠવાડિયામાં ભેગી કરેલી લાંચની રકમમાંથી 50 ટકા હિસ્સો મામલતદારને આપતો હોવાની અને બાકીના 50 ટકામાં સ્ટાફ સાથે બન્ને ટાઉટો ભાગબટાઈ કરી લેતા હોવાની ચોંકાવનારી હકીકતો જણાવી હતી.

આ અંગે એસીબીએ તપાસ કરી પુરાવા એકત્ર કરવાની તજવીજ શરૂ કરી છે. એસીબીના સ્ટાફે જણાવ્યું કે, મામલતદારની સંડોવણી અંગેના પુરાવા હાથ લાગશે તો ચોક્કસ કાર્યવાહી કરાશે. એસીબી સમક્ષ મામલતદાર, અન્ય એક ટાઉટના મંગળવારે મોડી રાતે નિવેદનો લેવાયા હતા. એસીબીના સ્ટાફે ઓલપાડના અંભેટા ગામે ટાઉટ અનિલ પટેલના ઘરે સર્ચ કર્યુ હતું.

આવતીકાલે એસીબી લાંચીયા ટાઉટ અનિલને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગશે, રિમાન્ડમાં લાંચીયા ટાઉટ કોના ઈશારે સરકારી કચેરીમાં આટલા વર્ષાથી બેસતો હતો અને આરોપીના જામીન માટે કોના કહેવાથી રૂપિયા લેતો અને કોને કોને આપતો હતો આ તમામ મુદ્દાઓની તપાસ કરાશે. સૌથી નવાઇની વાત એ છે કે ટાઉટ જાણે પોતે ઓફિસર હોય એવી રીતે ઓફિસમાં બેસી રોફ જમાવતો હતો.

અન્ય સમાચારો પણ છે...