તપાસ:બાયોડીઝલ ગલ્ફ કન્ટ્રીથી મંગાવાતું હોવાનો ખુલાસો

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ ભળતા નામથી મંગાવતા હતા અન્ય આરોપીનાં નામ પણ બહાર આવ્યાં

સુરત શહેરમાં ગેરકાયદેસર બાયોડિઝલનો વેપલો કરનારાઓને બાયોડિઝલ પહોંચતું કરનારા આરોપીઓ પૈકી એક આરોપી ભાવેશની કચ્છથી ધરપકડ કર્યા બાદ તેની પુછપરછમાં ઘણી ચોંકાવનારી વાતો સામે આવી છે. ખાસ કરીને આ બાયોડિઝલ ભલતા નામથી વિદેશથી મંગાવાતું હતું.

બાયોડિઝલના ગુનામાં કચ્છના ગાંધીધામની પેઢી અરિહંત એન્ટરપ્રાઇઝના સંચાલક અને પૂર્વ રાજ્યમંત્રીના પુત્રના ભાગીદાર ભાવેશ પ્રભુલાલ શેઠની ઇકો સેલે ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઇકો સેલે ભાવેશની ધરપકડ કરતા પહેલા પુરતું હોમવર્ક કર્યું હતું. કારણ કે તે માજી મંત્રીના પુત્રનો ભાગીદાર હોવાથી પોલીસ ફુંકી-ફુંકીને આગળ વધી હતી. ભાવેશને પકડતા પહેલા ઇકો સેલે બે મહિના સુધી પુરાવા ભેગા કર્યા હતા.તેની ધરપકડ બાદ કેટલાક દસ્તાવેજો પણ તેની પાસેથી મળ્યા છે. ઇકો સેલ તેની તપાસ કરી રહી છે. ભાવેશ પાસેથી અન્ય આરોપીઓના નામો પણ ખુલ્યા છે. તપાસમાં ખબર પડી કે આરોપી ભલતા નામથી વિદેશથી બાયોડિઝલ મંગાવી તેનો રાજ્યવ્યાપી વેપલો કરતા હતા. જોકે તે કયા દેશથી લાવતા હતા તેની માહિતી પોલીસે આપી નથી પરંતુ ગલ્ફના દેશમાંથી બાયોડિઝલ મંગાવતા હોવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...