તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ગેંગસ્ટર કાઠી વિરુદ્ધ પોલીસને બાતમી આપતા યુવકની હત્યા કરાયાનો ખુલાસો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનિલ કાઠી સહિતના 4 આરોપી હજુ સુધી પોલીસની પકડથી દૂર
  • ઝડપાયેલા ત્રણેયને પોલીસે નવાપુર કોર્ટમાં રજૂ કર્યા

ગેંગસ્ટર અનિલ કાઠીના ભૂતપૂર્વ ડ્રાઇવર ભાવેશ મહેતાની હત્યા કરાયેલી લાશ 17મી જૂને નવાપુર હાઇવે પર કારમાંથી મળી હતી. આ કેસમાં સુરત ક્રાઇમ બ્રાંચે અનિલ કાઠીના બે સાગરિતોની ધરપકડ કરી હતી. ગુરુવારે નવાપુર પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો. નવાપુરના ડીવાયએસપી સચિન હીરેએ જણાવ્યું હતું કે ભાવેશ મહેતા પોલીસને દારૂની બાતમી આપતો હોવાથી બુટલેગરોને નુકસાન થવાથી તેની હત્યા કરાઇ હતી. નવાપુર પીઆઇ બાળાસાહેબ ભપકરના જણાવ્યા મુજબ ભાવેશની હત્યામાં 7 લોકોની સંડોવણી સામે આ‌વી છે.

ગુરુવારે નવાપુર પોલીસે ‌જીતુ રાજબર (32 વર્ષ, સુરત)ને ઝડપી પાડ્યો હતો. આ કેસમાં અનિલ કાઠી સહિત વિશાલ ચૌધરી, પીંકેશ ચૌહાણ અને સતીષ રાજપુત સહિત ચાર આરોપી ફરાર છે. પકડાયેલા ત્રણેય આરોપીઓને નવાપુર કોર્ટમાં રજૂ કર્યા હતા.

ઉલ્લેખનીય છેકે અનિલ કાઠી સાથે અન્ય 3 સાગરિતો હોવા છતાં તેણે ભાવેશની હત્યા કરવા આકાશ ઓડ અને આકાશ જોરેવાલને સુરતથી ખાસ બોલાવ્યા હતા. બન્ને હત્યારાઓને અનિલનો એક મિત્ર કારમાં સુરતથી મુકવા નવાપુર ગયો હતો. અનિલના મિત્રની પૂછપરછ કરાય તો ઘણા ભોપાળા બહાર આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...