તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:નકલી સેનેટાઈઝરમાં 70 ટકા મિથેનોલનો ભેળસેળનો ખુલાસો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વરાછા નકલી સેનેટાઇઝર કેસમાં ગુનો નોંધાયો
  • મિથેનોલથી આંખ-ચામડીને ગંભીર નુકસાન થાય

બાતમીના આધારે ગત શનિવારે પીસીબીએ મોટા વરાછા રંગવાડી ફાર્મ હાઉસ ખાતે દરોડો પાડી 4.5 લાખના નકલી સેનેટાઇઝર તેમજ ઇકો કાર મળી 7.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં અમરોલી પોલીસે ગુનોં નોંધ્યો છે. પૂછતાછમાં આરોપી જીગર ભાલાળાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના વીડિયો જોઇને તેણે નકલી સેનેટાઇઝર બનાવવાનું શરૂ કર્યું હતું.

પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, રંગવાડી ફાર્મ હાઉસ માટે તે ભાડા પેટે માસિક 22 હજાર ચુકવતો હતો. નકલી સેનેટાઇઝરમાં 70 ટકા મિથેનોલનો ઉપયોગ કરાતો હતો. ખરેખર સેનેટાઇઝરમાં મિથેલોનનો ઉપયોગ કરવાથી ચામડી અને આંખને ગંભીર નુકશાન થઈ શકે છે. જીગર મિથેનોલ અંકલેશ્વરની કેમિકલ ફેક્ટરીમાંથી એક વ્યક્તિના માધ્યમથી લાવતો હતો. હાલમાં પોલીસ તે વ્યક્તિને પણ શોધી રહી છે.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, જીગર હીરા માટે વપરાતાં કેમિકલનો જાણકાર હતો. જેથી તેણે નકલી સેનેટાઇઝર બનાવવા માટેનો પ્લાન ઘડ્યો હતો. જ્યારે નરેશ ડાભી માર્કેટમાં નકલી સેનેટાઇઝર હોલસેલમાં વેચતો હતો. નકલી સેનેટાઇઝરની તપાસ કરાવતા તેમાં 70 ટકા મિથેનોલ હોવાનું બહાર આવ્યું હતું. અમરોલી પોલીસે જાતે ફરિયાદી બની જીગર ભાલાળા (રહે. ગોકુલધામ એપાર્ટ, વરાછા) અને નરેશ ડાભી (રહે. અંજની સોસા. પુણાગામ) સામે કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...