તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:બિલ્ડરના 3 હત્યારાને આશરો આપનારો દિનેશ બોરીચા 21 વર્ષે મુંબઈથી પકડાયો

સુરત21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઘોડદોડ રોડ પર વર્ષ 2000માં ફાયરિંગ કરી બિલ્ડરની હત્યા થઈ હતી

ઘોડદોડ રોડ પર પ્રીત એપાર્ટમેન્ટમાં રહેતા બિલ્ડર હંસકમલ ગ્રોવરની વર્ષ 2000ની સાલમાં 8મી ઓગસ્ટે બપોરે ઘરની નીચે ફાયરિંગ કરી હત્યા કરાઈ હતી. આ હત્યામાં હંસકમલ ગ્રોવરના બૉડીગાર્ડ રામસિંહને પણ ગોળી વાગી હતી. આ કેસમાં 21 વર્ષ પછી હત્યારાઓને આશરો આપનાર 64 વર્ષીય દિનેશ નાથુ બોરીચાને ઉમરા પોલીસે મુંબઈથી પકડી લાવી હતી. બનાવ બન્યો ત્યારે દિનેશ બોરીચાની ઉંમર 43 વર્ષની હતી. મુંબઈમાં દિનેશ બોરીચા આર્થર રોડ બીએમસીની ચાલમાં રહે છે.

હંસકમલ ગ્રોવરના હત્યારાઓમાં નિલેશ મધુ, જીતેન્દ્ર ચાકો અને કનુ બોરીચા મુંબઈમાં દિનેશ બોરીચાને ત્યાં રોકાયા હતા. કનુ બોરીચા દિનેશનો ભાઈ છે. હંસકમલ ગ્રોવરની મનીષ સીંધીયા અને કનુ બોરીચા સહિતનાઓ હત્યાનો પ્લાન બનાવી મુંબઇથી શૂટરો બોલાવ્યા હતા. હાલમાં દિનેશ બોરીચાની ઉમરા પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા દિનેશને લાજપોર જેલમાં મોકલી આપ્યો છે. દિનેશ બોરીચા અગાઉ સુરતની બેંકમાં પ્યૂન હતો. આ કેસમાં કુલ 14 આરોપી પૈકી 10 નિર્દોષ છુટયા છે. જયારે 2 આરોપી પૈકી યસજી અને અન્ડરવર્લ્ડ સાથે સંકળાયેલો પુષ્કર શેટ્ટી વોન્ટેડ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો