દુર્ઘટના:રેલવે ટ્રેક ક્રોસ કરતાં ડિંડોલીના 2 સગા ભાઈનું ટ્રેન અફડેટે મોત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાત્રે કામ પરથી પરત આવતા ઘટના બની

ઉધના ભીમનગર વસાહત પાસે રેલવેની પટરી ઓળંગતી વખતે વલસાડ પુરી ટ્રેનની અડફેટે આવી જતાં બે સગા ભાઈઓના ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજયાં હતા. મૂળ મધ્યપ્રદેશના ખેતિયા જિલ્લાના વતની અને હાલ ડિંડોલી વિસ્તારમાં આવેલ ગોરધનનગરમાં રહેતા 2 સગા ભાઈ (1) ઈશ્વરભાઈ ધડુકભાઈ પાટીલ (42) અને (2) કૈલાશભાઈ ધડુકભાઈ પાટીલ (56) બને એક જ જગ્યા પર સંચા ખાતામાં મજૂરીકામ કરીને પરિવારનું ભરણપોષણ કરી રહ્યા હતા.

ગુરુવારે રાત્રી દરમિયાન બંને ભાઈ ઉધના રેલવે સ્ટેશન નજીક ભીમનનગર વસાહતની સામેની પટરી પરથી પસાર થઈને ઘરે આવી રહ્યા હતા. ત્યારે રેલવે કિ.મી. 24 થી 26 ની વચ્ચે પુરઝડપે પસાર થતી વલસાડ-પુરી એક્સપ્રેસની ટ્રેનની ટક્કર લાગતા બંને ભાઈઓનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયા હતા.

અકસ્માત બાદ આ સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. ટ્રેન ડ્રાઈવરે સુરત સ્ટેશન માસ્ટરને ઘટના અંગે જાણ કરી હતી. રેલવે પોલીસના જમાદાર કરણસિંહ ઘટના સ્થળે પહોંચ્યા અને ટ્રેકની બાજુમાં વિખરાયેલા મૃતદેહોને એકત્રિત કર્યા અને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં મોકલ્યા. મૃતક સાથે મળી આવેલા સામાન ઉપરથી તેની ઓળખ થઈ હતી. પોલીસે વધુમાં જણાવ્યું કે બંને મૃતક યુવાન સગા ભાઈઓનું સગપણ ધરાવે છે. ઈશ્વરને સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી છે. ત્યારે તેના મોટાભાઈ કૈલાશને સંતાનમાં બે પુત્રી છે.

અન્ય સમાચારો પણ છે...