રજૂઆત:‘સચિન સ્લમ બોર્ડની જર્જરિત ઇમારતો તોડીને નવી બનાવો’

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા પર AAPનો મોરચો, આવેદન આપ્યું

ગુરુવારે આમ આદમી પાર્ટીએ પાલિકા પર મોરચો લાવીને સચિન સ્લમ બોર્ડની 35 વર્ષ જૂની ઇમારતોને તોડી તેની જગ્યાએ નવી બનાવી આપવાની માંગ સાથે પાલિકા કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું.

સચિન ખાતે સ્લમબોર્ડમાં અંદાજે 85,000 ચો.મીટર જગ્યામાં 2600 થી વધુ આવસો આવેલા છે. આ સ્લમબોર્ડ 35 વર્ષોથી વધુ જૂના થઈ ચૂક્યાં છે. વર્ષ-2017માં સ્લમબોર્ડમાં જર્જરિત બે ઈમારતો તૂટી પડી હતી.

સ્થાનિકોની માંગ છે કે, ઈમારતની સ્ટેબિલીટી ઘટતા પાલિકા દ્વારા જે-તે સમયે કેટલીક ઈમારતો રહેવા લાયક નહીં હોવાના બોર્ડ પણ માર્યા હતાં. અહીં વસતા ગરીબો પાસે વિકલ્પ નહીં હોવાને કારણે તેઓ અહીં જ રહેવા મજબૂર બન્યાં છે અને જેઓ મકાન વિહોણા થઈ ગયાં છે તેઓ ત્યાં જ ઝૂપડું બાંધી વસવાટ કરી રહ્યાં છે. જેથી અહીં નવા આવાસો બનાવી વધુ જરૂરીયાતમંદોને લાભ આપવામાં આવે.

આંજણામાં વૈક્લ્પિક આવાસની રજૂઆત
ટી.પી 7 આંજણા, અનવરનગરમાં નવી લાઇનદોરી મૂકાતા 100 પરિવાર અસરગ્રસ્ત થઇ રહ્યા છે. ટાઉન પ્લાનીંગ વિભાગે અસગ્રસ્તોના વાંધા સૂચનો ધ્યાને ન લઇ નોટિસ ફટકારી લાઇનદોરીનો મઅમલ કરવા સુચના આપી છે. અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસની ફાળવણી કરવા પૂર્વ નગરસેવક અસલમ સાયકલવાલાએ પાલિકા કમિશનરને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...