તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:ડીજીટલ ચાર્જિસ હાલ પૂરતા સ્થગિત : BOB

સુરત9 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભૂતકાળમાં શહેર અને જિલ્લાના એમએસએમઈ ઉદ્યોગકારોને સાંકળીને લોન પૂરી પાડવામાં આવી હતી. હાલના સમયે કોરોના મહામારીના કારણે લોકડાઉનમાં સ્થિતિ બદલાતા બેંક ઓફ બરોડા દ્વારા ઓનલાઈન એમએસએમઈ આઉટરીચ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. જે થકી ઉદ્યોગકારોને ઓનલાઈન વેબિનાર થકી બેંકની વિવિધ સેવાઓ વિશે વિસ્તારથી માહિતગાર કરવામાં આવી છે.

સુરત શાખા દ્વારા 2.21 લાખનું મુખ્યમંત્રી રાહત કોષમાં અનુદાન
બેંકના જનરલ મેનેજર કે.કે.સિંહએ અખબારી યાદીમાં જણાવ્યું  કે, હાલના સમયે ડીજીટલ ટ્રાન્ઝેક્શન વધે તે હેતુથી તમામ ડીજીટલ ટ્રાન્ઝેક્શનના ચાર્જીસને હાલ પૂરતા સ્થગિત કરી દેવામાં આવ્યા છે. હાલના સમયે એમએસએમઈ ખાતેધારકોને બેંક સાથે જોડવા માટે મેગા એમએસએમઈ આઉટરીચ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. જે થકી બેંકની એમએસએમઈ માટેના સ્પેશિયલ ધિરાણ સુવિધાથી અવગત કરાવવામાં આવ્યા છે. અત્યાર સુધી 49,000 લોકોને આ સેવાથી અમે સાંકળી શક્યા છીએ. સુરત શાખા દ્વારા 2.21 લાખનું મુખ્યમંત્રી રાહત કોષમાં અનુદાન પણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો