તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિજિટલ બુક:સ્કોલરશિપ પરીક્ષાની તૈયારી માટે આચાર્યએ બનાવી ડિજિટલ બુક

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બુકમાં 100 વિડીયો અને 35 ટેસ્ટ સામેલ

હાલના કોરોનાકાળમાં છેલ્લા 9 મહિનાથી શહેરની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. ત્યારે ધોરણ 8માં લેવાતી NMMS (નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ) પરીક્ષાની તૈયારી વિદ્યાર્થીઓ જાતે તૈયારી કરી શકે તે માટે ડિજિટલ બુક લોન્ચ કરવામાં આવી છે. આ ડિજિટલ બુક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા ક્રમાંક 114ના આચાર્ય નરેશ મહેતા દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ બુકમાં NMMS પરીક્ષાની તૈયારીના 100 જેટલા વિડીયોના QR કોડ સાથે 35 જેટલી ઓનલાઈન ટેસ્ટ મુકવામાં આવી છે. આ બુકનો ઉપયોગ કરીને કોઈ પણ સ્કુલનો વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરી શકે છે.

આ બુક શિક્ષણ સમિતિની એપ્લિકેશન એકલવ્ય પરથી ડાઉનલોડ કરી શકાશે. જેમાં 20 માર્કસની ટેસ્ટની લિન્ક પણ હશે. ટેસ્ટ આપ્યા બાદ વિદ્યાર્થીને તાત્કાલિક રિઝલ્ટ પણ જાહેર કરી દેવાશે. નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે. જેમાં ધોરણ 8નો કોઈ પણ વિદ્યાર્થી ભાગ લઈ શકે છે. મેરિટમાં આવનારા વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા દર મહિને 4 વર્ષ સુધી 1000 રૂપિયા સ્કોલરશિપ આપવામાં આવે છે. આ પરીક્ષા 180 માર્કસની હોય છે. જેમાં 90 માર્કસનું માનસિક કસોટીનું પેપર અને બીજુ પેપર વિષય આધારિત હોય છે. જેમાં 20 માર્કસ ગણિત, વિજ્ઞાન અને સમાજવિદ્યાના 35 માર્કસ હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો