તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:બેન્કો મર્જ થતા ટ્રેડિંગ-ડિમેન્ટ એકાઉન્ટમાં રોકાણમાં મુશ્કેલી

સુરત8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 1 માર્ચ સુધીમાં માહિતી અપડેટ કરવાનો મેસેજ ફરતો થયો

‘દેના બેન્ક, કોર્પોરેશન બેન્ક, વિજયા બેન્ક, ઓરિએન્ટેલ બેન્ક, સિન્ડિકેટ બેન્ક તથા યુનાઈટેડ બેન્કના એકાઉન્ટ્સ બંધ થયા છે, જેથી રોકારણકારોએ બેન્ક એકાઉન્ટની વિગતો અપડેટ કરી દેવી.’ આવા મેસેજ થોડાં સમયથી સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. જેના કારણે ખાતેદારોમાં ચિંતાનું મોજૂં ફરી વળ્યું હતું. આ મેસેજ શેરબજારના બ્રોકરોએ સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો, જેમાં કહેવાયું હતું કે, 1 માર્ચ 2021 સુધીમાં બેન્ક ડિટેઈલ્સ અપડેટ થઈ નહીં હશે તો ડિવીડન્ડ અને શેર વેચ્યા બાદની રકમ જમા મળશે નહીં. વિજયા બેન્ક અને દેના બેન્કનું બેન્ક ઓફ બરોડામાં મર્જર થઈ ગયું છે.

તે જ રીતે અલ્હાબાદા, કોર્પોરેશન અને સિન્ડીકેટ બેન્કોનું મર્જર થયું છે. ખાતેદારોના બેન્ક એકાઉન્ટ નંબર અપડેટ થયા છે, જ્યારે ચેકબુક, પાસબુક પણ બદલાય ગઈ છે. કેટલાંક ખાતેદારોએ પોતાની બેન્ક ડિટેઈલ્સ વિવિધ પ્લેટફોર્મ પર અપડેટ કરી નથી. જેમ કે ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટમાં હજુ પણ જૂના જ બેન્ક એકાઉન્ટ અને તેના ચેક ઈશ્યુ કરાઈ રહ્યાં છે.

ડિવિડન્ડ-શેર વેચ્યા બાદની રકમ નહીં મળે
બેન્કો મર્જ થતા ખાતેદારોના એકાઉન્ટ નંબર બદલાયા છે. રોકાણકારોએ ટ્રેડિંગ અને ડિમેટ એકાઉન્ટમાં અપડેટ કર્યું નથી જેના લીધે મુશ્કેલી પડી રહી છે. તેથી જ સો.મીડિયા થકી રોકાણકારોને જાગૃત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યા છે. તેઓએ 1 માર્ચ સુધીમાં બેન્ક ખાતાની વિગત ડિમેટ તથા ટ્રેડિંગ એકાઉન્ટમાં મેપ કરાવી લેવી જોઈએ.> ઐયુબ યાકૂબ અલી, સા.ગુ.શેરબ્રોકર્સ એસો. પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો