તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સીટેક્ષના ઉદ્દઘાટનમાં હાજર રહેલા કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની સમક્ષ ચેમ્બર પ્રમુખ દિનેશ નાવડીયા તથા ફોસ્ટાના આગેવાનો દ્વારા એવી રજૂઆત કરાઈ હતી કે યાર્ન સ્તર પર જ 5 ટકા જીએસટી લાગુ કરો ત્યાર બાદ તમામ ઘટકોને બાકાત રાખો. જ્યારે મંગળવારે સીજીએસટીના પ્રિન્સિપલ ચીફ કમિશનર અશોક મહેતા સમક્ષ ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતી દ્વારા એવી માંગણી કરી કે હાલમાં જે ટેક્સ રેટ પ્રવર્તી રહ્યાં છે તેમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે.
જ્યારે પ્રોસેસર્સ દ્વારા તમામ ઘટકને 5 ટકાના એકસમાન ટેક્સ રેટ પર આવરી લેવાની રજૂઆત અવારનવાર કરવામાં આવી છે. જેથી કાપડ ઉદ્યોગમાં જીએસટીના ટેક્સ રેટ સ્લેબમાં ફેરફાર કરવાના મુદ્દે અંદરોઅંદર એક મત નહીં હોવાનું જણાઈ રહ્યું છે. પરંતુ હજુ સુધી કાપડ પર જીએસટીના મુદ્દે વિવિધ ઘટકોના આગેવાનો એકમત થયા હોય તેવું દેખાતું નથી. શહેરના સાંસદો અને ઉચ્ચસ્તરીય નેતાગીરી સમક્ષ અલગઅલગ રજૂઆતો જતી હોય તેઓ પણ અનેક વખત મંચ પરથી સુરતના કાપડ ઉદ્યોગકારોને ટકોર કરી ચૂક્યા છે કે તમે પહેલાં એકમત થાઓ પછી રજૂઆત કરો.
‘..તો ટેકસટાઇલ સેક્ટરને નુકસાન થવાની સંભાવના’
‘જીએસટીનું ટેક્સ માળખામાં જો ફેરફાર કરાશે તો ટેકસટાઇલ ક્ષેત્રને નુકસાન થવાની સંભાવના હોવાનું ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતી દ્વારા સીજીએસટીના પ્રિન્સીપલ ચીફ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.