સમસ્યા:ખાનગી કરતા સહકારી પંપો પર ડીઝલ મોંઘું, ઘણાં પંપ બંધ પડ્યા

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત રાજ્ય સહકારી સંઘની મુખ્યમંત્રીને રજૂઆત

ખાનગી પંપો કરતાં સહકારી પંપો પર ડિઝલ 10 રૂપિયા મોંઘુ હોવાથી સુગર ફેડરેશન અને ગુજરાત રાજ્ય સહકારી સંઘે સહકાર મંત્રી, સીએમ અને મંત્રી મુકેશ પટેલને રજૂઆત કરી છે.જોકે ઘણાં પંપો પર માર્ચ વેચાણ બંધ કરી દેવાયું. ખેડૂતોને, સુગર મિલોમાં આવતા વાહનોને પેટ્રોલ અને ડિઝલ સસ્તુ મળે માટે સહકારી પંપોની વ્યવસ્થા કરાઇ છે.

પરંતુ સહકારી પંપો કરતાં રિટેઈલ પંપો પર પેટ્રોલ અને ડિઝલ મોંઘુ છે. જેને લઈને ખેડૂતો અને સુગર મિલો દ્વારા તેનો વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ગત માર્ચ મહિનાથી આ સ્થિતી ઉભી થઈ છે. આ બાબતે અગાઉ સરકારને રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં સમસ્યાનું સમાધાન ન થતું હોવાથી પંપો સહકારી પંપો પર ડિઝલનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે.

ખાનગી પંપ કરતાંયે 10 રૂ. મોંઘુ

કોમોડિટીસહકારી પંપખાનગી રીટેઈલ પંપ
ખરીદીવેચાણખરીદીવેચાણ
ડિઝલ99.29-8992
પેટ્રોલ95.197.3592.0696.3

દ.ગુ.માં 80 સહકારી પેટ્રોલ પંપ
રાજ્યમાં અંદાજે 400 સહકારી પંપ છે અને દ.ગુજરાતમાં 80 પંપો છે. જેમાંથી મોટા ભાગના પંપો પર ડિઝલનું વેચાણ માર્ચથી જ બંધ કરી દેવાયું છે. વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા જયેશ દેલાડે કહ્યું હતું કે, ‘રીટેઈલ પંપો કરતા સહકારી પંપો પર ડિઝલ અને પેટ્રોલ મોંઘુ છે, આગામી દિવસોમાં આ બાબતે ગૃહમંત્રી અમિત શાહને પણ રજૂઆત કરવામાં આવશે.’

અન્ય સમાચારો પણ છે...