તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોત સાથે જંગ:સુરતમાં કોરોનાગ્રસ્ત મહિલાનું પ્રસૂતિ સમયે મોત, બાળક જન્મ સમયે ન રડતાં ડોક્ટરો ચિંતામાં, હજી કેટલાક કલાકો બાળક માટે ક્રિટિકલ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જન્મ બાદ મોત સાથે જંગ લડતું બાળક અને કોરોના પોઝિટિવ બાદ મોતને ભેટનાર માતાની ફાઈલ તસવીર. - Divya Bhaskar
જન્મ બાદ મોત સાથે જંગ લડતું બાળક અને કોરોના પોઝિટિવ બાદ મોતને ભેટનાર માતાની ફાઈલ તસવીર.
  • ગર્ભમાં 8 મહિનાનું બાળક અને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી ડોક્ટરોએ સિઝેરિયન પ્રસૂતિ કરી

સુરત જિલ્લાના માંગરોળની એક કોરોના પોઝિટિવ સગર્ભા સિવિલમાં અધૂરા માસે બાળકને જન્મ આપી બેભાન હાલતમાં મોતને ભેટી હતી. માતા પોતાના પુત્રનું મોઢું જોયા વગર જ ફાની દુનિયા છોડી ગઈ હતી, જ્યારે પુત્રને પણ જન્મ આપનારી માતાનું મુખ પણ જોવા મળ્યું નથી. બાળક અધૂરા માસે જન્મ્યું હોવાથી ફેફસાંમાં તકલીફ અને શ્વાસ લેવાની સમસ્યાને લીધે જન્મ્યા બાદ રડ્યું પણ ન હતું, જેને લીધે ડોક્ટરો ચિંતામાં મુકાયા હતા અને બાળકના બચાવમાં લાગી ગયા છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે હજી અમુક કલાકો બાળક માટે ક્રિટિકલ છે. બાળકની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.

બાળકની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.
બાળકની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.

ગર્ભમાં જ બાળક અને શ્વાસ લેવામાં તકલીફ થઈ
ડો. સુજિત ચૌધરીએ જણાવ્યું હતું કે માંગરોળની પ્રસૂતાને શ્વાસ લેવામાં તકલીફ થતાં ગત તારીખ 6 મેના રોજ સાંજે 4 વાગ્યે સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રુચિ પંચાલ (ઉં.વ. 28)ને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાને લીધે અમે ગાયનેક બોર્ડમાં એડમિટ કરી કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો. સતત સારવાર શરૂ જ હતી. દરમિયાન 11મીએ ગર્ભમાં 8 મહિનાનું બાળક અને શ્વાસ લેવામાં તકલીફ હોવાને લીધે અમે સ્થિતિ પારખીને ગર્ભવતી મહિલા અને બાળકને બચાવવા સિઝેરિયન પ્રસૂતિ કરાવવાનું નક્કી કર્યું હતું.

અધૂરા માસે બાળકને જન્મ આપી માતા બેભાન હાલતમાં મોતને ભેટી હતી.
અધૂરા માસે બાળકને જન્મ આપી માતા બેભાન હાલતમાં મોતને ભેટી હતી.

માતા બચી ન શકી પણ બાળક દુનિયામાં અવતર્યું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સિઝેરિયન હોવાને લીધે અમે એનેસ્થેસિયાનો ઉપયોગ કરી પ્રસૂતિ કરાવી હતી. જોકે માતા બચી ન શકી, પણ બાળક દુનિયામાં અવતરી ગયું હતું. માતા બેભાન હાલતમાં જ મરણ પામી પણ અમારી સામે નવજાત બાળક હતું, જેની જિંદગી બચાવવા અમે તમામ સારવાર ઉપલબ્ધ કરાવી છે. બાળક અધૂરા માસે અવતરી જતાં શ્વાસ લેવાની સમસ્યા તેને પણ હતી. જન્મતાંની સાથે બાળક રડતું ન હોવાને લીધે અમે તેનાં ફેફસાંની સારવાર શરૂ કરી છે.

બાળકને વેન્ટિલેટર પર સારવાર શરૂ કરી નળી વડે દૂધ પણ પિવડાવ્યું હતું.
બાળકને વેન્ટિલેટર પર સારવાર શરૂ કરી નળી વડે દૂધ પણ પિવડાવ્યું હતું.

નળી વડે બાળકને દૂધ પણ પિવડાવ્યું
તેમણે જણાવ્યું હતું કે સામાન્ય રીતે પૂરા માસે જન્મેલું બાળક જન્મતાં સાથે જ રડતું હોય છે પણ આ બાળકના કેસમાં એવું ન થતાં અમે તેના શ્વાસ શરૂ રહે એ માટે વેન્ટિલેટર પર મૂકી સારવાર શરૂ કરી છે. નળી વડે દૂધ પણ પિવડાવ્યું હતું. માતા કોવિડ પોઝિટિવ હોવાને લીધે બાળકને કોઈ નુકસાન નથી થયું પણ તે અધૂરા માસે આવ્યું હોવાથી ક્રિટિકલ સ્થિતિમાં છે. અમે બાળકને બચાવવા પૂરા પ્રયાસ કરી રહ્યા છીએ.

માતા પોતાના પુત્રનું મોઢું જોયા વગર જ ફાની દુનિયા છોડી ગઈ.
માતા પોતાના પુત્રનું મોઢું જોયા વગર જ ફાની દુનિયા છોડી ગઈ.

ડોક્ટરોની આંખોમાં આંસુ આવી ગયાં
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દુનિયા જોતાં પહેલાં જ માતા ગુમાવનાર બાળકને બચાવવા અમે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ. અમારા માટે પણ આ અત્યંત લાગણીશીલ કેસ છે. મેં નક્કી કર્યું છે કે મારી તાકાત લગાડી આ બાળકને બચાવીશ. મેં અનેક કેસ જોયા છે પણ મારી આંખોમાં આ બાળકની સ્થિતિ જોઈ આંસુ આવી ગયાં હતાં.