• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 2 Year Old Child Dies After Falling From Window On Fourth Floor While Watching Cartoon In Mobile In Surat, LIVE Scenes Of The Incident

એકનો એક દીકરો ગુમાવ્યો:સુરતમાં મોબાઇલમાં કાર્ટૂન જોતાં જોતાં 2 વર્ષનું બાળક ચોથા માળની બારીમાંથી નીચે પટકાતાં મોત, ઘટનાનાં LIVE દૃશ્યો

સુરતએક મહિનો પહેલા
ચોથા માળેથી બાળક નીચે પટકાવાની ઘટના સીસીટીવીમાં કેદ.
  • સુરતના લિંબાયત વિસ્તારના એપાર્ટમેન્ટની ઘટના
  • 55 કલાકની સારવાર બાદ બાળકનું મોત નીપજ્યું

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપનગરના એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પટકાયેલા માસૂમનું 55 કલાકની સારવાર બાદ મોત નીપજતાં પરિવાર શોકમાં સરી પડ્યો હતો. એકનો એક પુત્ર ગત શનિવારના રોજ સાંજે માતા બાથરૂમમાં જતાં મોબાઈલમાં કાર્ટૂન જોતાં જોતાં બારીમાંથી નીચે પટકાયો હતો. ઘટનાના હૃદય કંપાવી દેતા CCTV પણ સામે આવ્યા છે.

માતા વોશરૂમ ગઈ અને બાળક બારીમાંથી નીચે પડ્યું
વસીમ અન્સારી (મૃતક માસૂમના પિતા)એ જણાવ્યું હતું કે તેઓ ટાઇલ્સ ફોલ્ડિંગ કામ કરે છે અને વારિસ (ઉં.વ. 2) તેમનો એકનો એક પુત્ર હતો. ગત શનિવારના રોજ સવારે નોકરી પર ગયા બાદ પત્નીએ માસૂમ દીકરા વારિસ સાથે બપોરનું ભોજન કરી રૂમનો દરવાજો બંધ કરી તેને મોબાઈલ પર કાર્ટૂન જોવા આપી વોશરૂમ ગઈ હતી, જ્યાંથી પરત ફરતાં વારિસ બેડ પર ન દેખાતાં શોધખોળ શરૂ કરી હતી.

બાળક નીચે પડતાં જ સોસાયટીના લોકો દોડી આવ્યા હતા.
બાળક નીચે પડતાં જ સોસાયટીના લોકો દોડી આવ્યા હતા.

દીકરો નીચે પટકાયો હોવાની જાણ થતાં માતાના હોશ ઊડી ગયા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બારીમાંથી નજર નીચે પડતાં લોકોની ભીડ જોઈ ડરના મારે પત્ની નીચે દોડી ગઈ હતી. લોકોએ કહ્યું હતું કે એક બાળક નીચે પટકાતાં તેને મહોલ્લાના છોકરાઓ હોસ્પિટલ લઈ ગયા છે. આ સાંભળી પત્નીના હોશ ઊડી ગયા અને તેણે તાત્કાલિક મને જાણ કરતાં હું દોડીને ઘરે આવી ગયો હતો.

ચોથા માળની બારીમાંથી બાળક નીચે પડ્યું હતું.
ચોથા માળની બારીમાંથી બાળક નીચે પડ્યું હતું.

1 મહિના પહેલાં જ પરિવાર એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યો હતો
તેમણે જણાવ્યું હતું કે એક મહિના પહેલાં જ તેઓ પરિવાર સાથે એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. વારિસ એકનો એક દીકરો હતો. 55 કલાકમાં 50 હજાર ખર્ચ કર્યા બાદ પણ તેને બચાવી ન શક્યા. બેડ અને બારી વચ્ચે માત્ર બે ફૂટનું જ અંતર હતું. આવી ઘટના કોઈ પરિવારમાં ન થાય એ માટે ભગવાનને પ્રાર્થના કરીશું.

બાળક મોત સામે 55 કલાક સુધી લડતું રહ્યું.
બાળક મોત સામે 55 કલાક સુધી લડતું રહ્યું.