આર્થિક સહારો ગુમાવ્યો:સુરતના વેસુમાં નવનિર્મિત બિલ્ડિંગના 10મા માળેથી પટકાતાં યુવાનનું મોત, પગ સ્લિપ થતાં નીચે પટકાયો, 8 મહિના પહેલાં UPથી રોજગારી માટે આવ્યો હતો

સુરત14 દિવસ પહેલા
ઇજાગ્રસ્ત યુવકને રિક્ષામાં લઈ જઈ હોસ્પિટલ ખસેડાયો હતો.
  • પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો

સુરતમાં વેસુના એક નવનિર્મિત બિલ્ડિંગના 10મા માળેથી યુવાન મજૂર 110 ફૂટ નીચે પટકાતાં મોતને ભેટ્યો હતો. આજે વહેલી સવારે બનેલી આ ઘટના બાદ 18 વર્ષીય યુવાનને રિક્ષામાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતક ઉત્તરપ્રદેશનો રહેવાસી અને તેનું નામ સાજન હોવાનું બહાર આવ્યું છે. સાજન નવનિર્મિત બિલ્ડિંગમાં 8 મહિનાથી કામ કરતો હતો. મૃતક યુવક પરિવારનો આર્થિક સહારો હતો.

નવનિર્મિત બિલ્ડિંગમાં ઘટના બની.
નવનિર્મિત બિલ્ડિંગમાં ઘટના બની.

પગ સ્લિપ થઈ જતાં નીચે પટકાયો
અંકિત (સુપરવાઇઝર, હરિ સ્ટાર લેબલ કોન્ટ્રેકર)એ જણાવ્યું હતું કે પ્રોજેકટનું નામ સ્કાય બિલ્ડિંગ છે અને નવનિર્મિત છે. મૃતક સાજન ફકીરા સલમા 8 મહિનાથી સેંટિંગના કામ સાથે જોડાયેલો હતો. આજે સવારે 9 કર્મચારી સાથે 10મા માળે કામ કરી રહ્યો હતો. 8:30 વાગે ઘટના બની હતી. પગ સ્લિપ થઈ જતાં સાજન નીચે પટકાયો હતો.

આ તસવીર વિચલિત કરી શકે છે.
આ તસવીર વિચલિત કરી શકે છે.

પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો
સાજન સુરતમાં તેના પિતરાઈ ભાઈ સાથે રહેતો હતો. વતનમાં માતા-પિતા, ભાઈ-બહેન છે. તે પરિવારનો આર્થિક સહારો હતો. છેલ્લા આઠ મહિનાથી તે સુરત રોજગારી માટે આવ્યો હતો. સાજનનું મૃત્યુ થયું હોવાની માહિતી મળતાં જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.