સ્વયંભૂ ભાવ વધારો:સુરતના સંગઠનો હડતાળમાં જોડાયા નહીં, રિક્ષા ચાલકોએ સ્વયંભૂ રિક્ષા પર રૂ.10 મિનિમમ ભાડાના સ્ટીકર લગાવ્યા

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડિંડોલી, નવાગામ, ઉધના, પાંડેસરા જેવા અનેક વિસ્તારોની અંદર રિક્ષા ઉપર સ્ટીકર લગાવેલા જોવા મળી રહ્યા છે. - Divya Bhaskar
ડિંડોલી, નવાગામ, ઉધના, પાંડેસરા જેવા અનેક વિસ્તારોની અંદર રિક્ષા ઉપર સ્ટીકર લગાવેલા જોવા મળી રહ્યા છે.
  • સીએનજીના ભાવમાં થયેલા વધારાને કારણે ભાડાના દરમાં વધારો

આજથી 36 કલાક માટે રાજ્યના રિક્ષા ચાલકોની હડતાળમાં સુરતના રિક્ષા સંગઠનો જોડાયા નથી. જોકે, સીએનજી ગેસમાં છેલ્લા કેટલાક દિવસોથી ધરખમ ભાવ વધારાને કારણે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ફરતી હજારોની સંખ્યામાં સીએનજી રીક્ષાઓના સંચાલકોએ મિનિમમ ભાડામાં વધારો કર્યો છે. સુરતના વિવિધ વિસ્તારોમાં ફરતા રિક્ષા ચાલકો સ્વયંભૂ રીતે પોતાની રિક્ષા ઉપર મિનિમમ ભાડાના સ્ટીકર લગાવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સીએનજીમાં થયેલા ભાવ વધારા પહેલા મિનિમમ ભાડું રૂ.5 વસૂલવામાં આવતું હતું.

સુરતમાં અંદાજે 75 હજાર કરતાં વધુ રીક્ષાઓ દોડે છે
કોરોના સંક્રમણ દરમિયાન લાગેલા લોકડાઉન બાદ વેપાર-ધંધા તો શરૂ થઈ ગયા છે પરંતુ મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં આગ ઝરતી મોંઘવારી થઈ છે. મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે આવકના સાધનો મર્યાદિત છે અને બીજી તરફ ભાવ વધારો સતત થતો હોવાને કારણે પરિવારનું ગુજરાન ચલાવું પણ મુશ્કેલ બની રહ્યું છે. સુરતમાં અંદાજે 75 હજાર કરતાં વધુ રીક્ષાઓ દોડે છે જેમાં મહદંશે સીએનજી રીક્ષાઓ આપણે રસ્તા ઉપર જોતા હોય છે. છેલ્લા થોડા દિવસોમાં સીએનજી ગેસના ભાવમાં 11 રૂપિયા કરતાં વધારેનો ભાવ વધારો ઝીંકી દેવાયો છે. જેને કારણે હવે રિક્ષા ચાલકો પાસે મિનિમમ ભાવ વધારો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.

મિનિમમ ભાડું હવે મુસાફરોએ રૂપિયા 10 જેટલું ચૂકવવું પડશે
સુરતના ડિંડોલી, નવાગામ, ઉધના, પાંડેસરા જેવા અનેક વિસ્તારોની અંદર રિક્ષા ઉપર સ્ટીકર લગાવેલા જોવા મળી રહ્યા છે. જેમાં રિક્ષા ચાલકોએ સ્પષ્ટ લખ્યું છે કે સીએનજીમાં થયેલા ભાવ વધારાના કારણે મિનિમમ ભાડું હવે મુસાફરોએ રૂપિયા 10 જેટલું ચૂકવવું પડશે. તાજેતરમાં જ સુરત શહેરના વિવિધ સગંઠનો દ્વારા સીએનજી ગેસના ભાવમાં થયેલા વધારાનો વિરોધ નોંધાવ્યો હતો. મિનિમમ ભાડું રૂપિયા દસ જેટલું થતાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આસપાસના નજીકના વિસ્તારોમાં કામકાજ માટે જતા હોય છે તેમના ઉપર એક આર્થિક બોજા સમાન પડી રહ્યો છે.

રિક્ષા ચાલકોએ સ્પષ્ટ લખ્યું છે કે સીએનજીમાં થયેલા ભાવ વધારાના કારણે મિનિમમ ભાડું હવે મુસાફરોએ રૂપિયા 10 જેટલું ચૂકવવું પડશે.
રિક્ષા ચાલકોએ સ્પષ્ટ લખ્યું છે કે સીએનજીમાં થયેલા ભાવ વધારાના કારણે મિનિમમ ભાડું હવે મુસાફરોએ રૂપિયા 10 જેટલું ચૂકવવું પડશે.

રિક્ષા ચાલકો સ્વયંભૂ રીતે નિર્ણય લીધો
ઉધના વિસ્તારના રિક્ષા ચાલક કાશી ત્રિપાઠીએ જણાવ્યું કે અલગ અલગ વિસ્તારોમાં ઘણા દિવસોથી રિક્ષા ચાલકો દ્વારા મિનિમમ ભાડાના સ્ટીકરો પોતાની રિક્ષા ઉપર લગાડી રહ્યા છે. જોકે આ બાબતને લઇને કોઇપણ રિક્ષા યુનિયન દ્વારા જાહેરાત કરવામાં નથી. રિક્ષા ચાલકો સ્વયંભૂ રીતે આ પ્રકારે નિર્ણય લઈને મિનિમમ ભાડાને લઈને મુસાફરોને જાણ કરવા માટે શરૂઆત કરવામાં આવી છે. સ્થિતિ એવી છે કે રિક્ષા ચાલકો સરકારની સામે વિરોધ કરી શકે તેવી સ્થિતિમાં નથી. પોતાની વાત પણ રિક્ષા ચાલકોએ મૂક્યું હોય તો તેમને એક પ્રકારનો ડર લાગી રહ્યો છે. આવી સ્થિતિમાં જે તે વિસ્તારના રિક્ષા ચાલકો પોતાની રીતે એકત્રિત થઈને આ પ્રકારનો નિર્ણય લઇ રહ્યા છે.

રિક્ષા ચાલક એસોસિએશન ખુલીને વિરોધ પણ નથી કરતાં
વધુમાં જણાવ્યું હતું કે, રિક્ષા ચાલક એસોસિએશન ખુલીને સીએનજી ભાવ વધારાને લઇને વિરોધ પણ નથી કરી રહ્યા. પરંતુ જે રીતે સીએનજીના ભાવમાં ધરખમ વધારો થયો છે તેને કારણે હવે રિક્ષા ચાલકોને મિનિમમ ભાડું રૂપિયા પાંચ પોસાય તેમ નથી. અત્યાર સુધી મુસાફરો જેના 5 રૂપિયા ચૂકવતા હતા તેને હવે દસ રૂપિયા ચૂકવવા પડશે જે દસ રૂપિયા ચૂકવતા હતા તેણે પંદર રૂપિયા ચૂકવવા પડશે. આ પ્રકારે પાંચ રૂપિયા જેટલો ભાવ વધારો દરેક ગ્રાહકે જ ચૂકવવો પડશે.