કોંગ્રેસનો આક્ષેપ:સરકારે પેસા એક્ટમાં ગ્રામસભાની સત્તા દૂર કરીને આદિવાસીઓ સાથે ખૂબ મોટો અન્યાય કર્યો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી. - Divya Bhaskar
કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી.
  • ભવિષ્યમાં આદિવાસીઓ માટે ખૂબ સારું થશે એવા ખોટા વાયદાઓ સરકાર આપી રહી છેઃ તુષાર ચૌધરી

2017માં પેસા એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે ગ્રામસભાને સત્તા આપવામાં આવી હતી. તેનાથી તેને દૂર કરી દેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર કોઈ સરકારી પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવતો નથી. જમીન આધિગ્રહણ કે અન્ય બાબતોની મંજૂરી માટે ગ્રામસભાની મંજૂરીની જરૂર હોય છે. ગુજરાતમાં પેસા એક્ટમાં ગ્રામસભાને કોઈ સત્તા આપવામાં આવી નથી. પેસા એક્ટ 1996 મુજબ જ લાગુ કરવામાં આવવો જોઈએ. કોંગ્રેસ શાસિત રાજ્યો છે જ્યાં પેસા એક્ટમાં ગ્રામસભાને સૌથી વધુ સત્તા આપવામાં આવી છે. સરકાર દ્વારા આદિવાસીઓના હિતનો વિચાર કરવો જરૂરી છે. આદિવાસીઓ ખૂબ જ સંઘર્ષથી પોતાનું જીવન જીવી રહ્યા છે. માત્ર મોટા મોટા પ્રોજેક્ટની વાતો કરીને જમીન સંપાદન કરીને ભવિષ્યમાં આદિવાસીઓ માટે ખૂબ સારું થશે એવા ખોટા વાયદાઓ સરકાર આપી રહી છે.

આદિવાસીઓમાં ચિંતા દેખાઈ રહી છે
જંગલ જમીનના કાયદાઓને લઈને આદિવાસીઓને નુકસાન થઈ રહ્યું છે. આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર જંગલ જમીનને લઈને નવા કાયદાઓ લાવવાનો પ્રયાસ કરી રહી છે. આગામી દિવસોમાં લોકસભાની અંદર જંગલ જમીનને કાયદો પસાર થવા જઈ રહ્યો છે. તેને લઈને અત્યારથી જ આદિવાસીઓમાં ચિંતા દેખાઈ રહી છે.

અંબાજી ધામ યાત્રા એક્ટની ચર્ચા માત્રથી જ આદિવાસીઓમાં ચિંતા
અંબાજી ધામ યાત્રા એક્ટ આદિવાસીઓના 8 ગામોનો વિસ્થાપન નક્કી કરવામાં આવ્યું છે. અંબાજી માતાના યાત્રાધામના નામે આદિવાસીઓ અને ત્યાં વિસ્થાપિત કરે તેવી શક્યતા છે. કેવડિયામાં જે પ્રકારે નોટિફિકેશન એરીયા બનાવવામાં આવ્યો છે. એવી જ રીતે જો અંબાજી ધામ યાત્રા એક્ટ હેઠળ નોટિફિકેશન એ જ બનાવી દેવામાં આવશે તો આદિવાસીઓ સાથે મોટો અન્યાય થશે. આદિવાસીઓ ઉપર વિસ્થાપન કરવાનું સંકટ તોળાઈ રહ્યું છે.

વારંવાર આદિવાસીઓને ગેરમાર્ગે દોર્યા
કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ કહ્યું કે સુરતમાં મળેલી પ્રદેશ કારોબારીમાં આદિવાસીઓને રીઝવવા માટેની રણનીતિ નક્કી કરી છે. સરકારે જે પ્રકારનું પાંચ વર્ષથી શાસન આપ્યું છે અને તેમાં આદિવાસીઓ સાથે જ અન્યાય થયો છે. તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે આદિવાસીઓ ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થઈ ગયા છે અને માટે જ વિધાનસભાની ચૂંટણી પહેલા હવે તેમને મનાવવા માટેના અનેક કાવાદાવા કરી રહી છે. માત્ર રાષ્ટ્રપતિને આદિવાસીમાંથી લેવા અને આદિવાસીઓના દિલ જીતવા માટે પૂરતું નથી પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર આદિવાસીઓના ઉત્થાન માટે નક્કર કામગીરી કરવી પડશે. વારંવાર આદિવાસીઓને ગેરમાર્ગે દોરનાર ભારતીય જનતા પાર્ટીને આદિવાસીઓ પાઠ ભણાવી દેશે.

અન્ય સમાચારો પણ છે...