ચોરી:વરાછાના કારખાનામાંથી 6.24 લાખના હીરાની ચોરી

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વેસુના સુડા આવાસ ફ્લેટમાંથી 1 લાખની ચોરી

વરાછામાં કારખાનામાં તસ્કરોએ 6.24 લાખના હીરાની ચોરી કરી હતી. મોટા વરાછા સુદામા ચોક પાસે રહેતા મનહરભાઈ ભંડેરી (42) વરાછા ઠાકોરદ્રાર સોસાયટીમાં હરિકુષ્ણ કોર પ્રોસેસ નામે હીરા જાબવર્કનું કારખાનું ધરાવે છે. રવિવારે રાત્રે તસ્કરોએ ખાતામાં દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો ફોર-પી મશીન પર મુકેલી ડાય સાથેના હીરા લઈ ગયા હતા જે ડાયમાં 42.36 કેરેટ વજનના 6 લાખ 24 હજારના હીરા ચોરી નાસી ગયા હતા. ચોરોએ સીસીટીવીનું પીન પ્લગમાંથી કાઢી કેમેરા બંધ કરી દીધા હતા.ઘટના અંગે કારખાના માલિકને સવારે ખબર પડતા પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય ઘટનામાં વેસુ મેઈન રોડ પર આવેલા ન્યુ સુડા આવાસમાં રહેતા સોસા પરિવારના મકાનના મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર ત્રાટકેલા તસ્કરો 1.33 લાખની મત્તા પર હાથફેરો કરી ગયા હતા.વેસુ મેઈન રોડ રીલાયન્સ માર્કેટની સામે ન્યુ સુડા આવાસ શુભમ બિલ્ડિંગમાં રહેતા મહેશ ગીરધરભાઈ સોસા (54)ના મકાનમાં મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર ઘુસેલા તસ્કરોએ કબાટની તિજારીમાંથી રોકડા 12 હજાર અને અલગ-અલગ દાગીના મળી કુલ રૂપિયા 1,33,600ની મત્તા ચોરી નાસી ગયા હતા.સુરતમાં અન્ય વિસ્તારમાં પણ ચોરીની નાની મોટી 3 ઘટનાઓ સામે આવી હતી.

અન્ય સમાચારો પણ છે...