દુષ્કર્મ:સુરતના કાપોદ્રામાં યુવતીને લગ્નની લાલચ આપી રત્નકલાકારે દુષ્કર્મ આચર્યા બાદ તરછોડી, સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવ્યા બાદ પ્રેમ થયો હતો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપીની પોલીસે અટકાયત કરી
  • માતા-પિતાની ગેરહાજરીમાં ઘરે જઈ શારીરિક સંબંધો બાંધતો

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીને સાશિયલ મીડિયા મારફતે રત્નકલાકાર સાથે સંપર્ક થયા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો. રત્નકલાકારે યુવતીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર તેણીના ઘરે માતા-પિતાની ગેરહાજરીમાં મળવા માટે જઈ શારીરિક સંબંધો બાંધ્યા બાદ લગ્ન કરવાની ના પાડી તરછોડી દેતા યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દોઢ વર્ષ પહેલા સંપર્ક થયો હતો
બનાવ અંગે કાપોદ્રા પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ નાના વરાછા શક્તિવિજય સોસાયટીમાં રહેતો અને હીરા ઘસવાની મજુરી કરતો નીલેશ રમણ ભોજૈયાનો દોઢ વર્ષ પહેલાં કાપોદ્રા પાણીની ટાંકી પાસે રહેતી 20 વર્ષીય યુવતી સાથે સોશિયલ મીડિયા ઉપર પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. નીલેશ અવાર નવાર યુવતીને તેના માતા-પિતાની ગેરહાજરીમાં ઘરે મળવા માટે જતો હતો.

બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા
યુવતીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી તેણીની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. યુવતીના ઘરે જાણ થઈ જતા તેઓ ત્યાંથી ઘર ખાલી કરીને અમરોલી વિસ્તારમાં રહેવા માટે ચાલ્યા ગયા હતા. બનાવ અંગે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કરી નીલેશ ભોજૈયાને અટકમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.