તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કોરોનાથી હીરાવેપારીના ફેફસાં ફૂલી જતાં ચાલુ વરસાદે ત્રણ જ કલાકમાં એરલિફ્ટ કરીને ચેન્નાઇ પહોંચાડ્યા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દર્દીને કોઇ પણ પ્રકારની હાનિ ન પહોંચે તે માટે મેડિકલ ટીમ દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ હતી. - Divya Bhaskar
દર્દીને કોઇ પણ પ્રકારની હાનિ ન પહોંચે તે માટે મેડિકલ ટીમ દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ હતી.
  • ઇન્ફેક્શન વધી જતા 4 દિવસથી વેપારીને એકમો મશીન પર સારવાર માટે રખાયા હતા

કોરોનાને કારણે સુરતના હીરા વેપારી રાજેશ ગુજરાતીના કોરોનાથી ફેફસાં ફૂલી જતાં ધોધમાર વરસાદ વચ્ચે જ તેમને એરલિફ્ટ કરીને ત્રણ કલાકમાં ચેન્નાઇ પહોંચાડ્યા હતા. યુનિક હોસ્પિટલના ચેસ્ટ ફિઝિશયન ડો. દિપક વિરડીયાએ જણાવ્યું હતું કે, 4 દિવસ પહેલા રાજેશભાઇના ફેફસાં ફૂલી જતાં વેન્ટિલેટર પર રાખ્યા હતાં. તેમને એકમો મશીન પર રાખ્યા હતાં. વધુ સારવાર માટે ચેન્નાઇ મોકલાયા છે.

એરલિફ્ટ સમયે દર્દીની સંપૂર્ણ તપાસ કરાઈ હતી
એર લિફ્ટની કાર્યવાહી ત્રણ દિવસમાં પૂર્ણ કરી હતી. જે પછી ટેકઓફ કે પછી લેન્ડિંગ બાદ દર્દીની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.

એર એમ્બ્યુ. વાતાવરણને કારણે રદ થઇ શકે તેમ હતી
શહેરમાં ધોધમાર વરસાદના કારણે એર એમ્બ્યુલન્સ રદ થઇ શકે તેમ હતી. જોકે બપોરે વાતાવરણ સુધરતા એર એમ્બ્યુલન્સ લેન્ડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...