તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:તેજીના માહોલમાં રફના ભાવ વધતાં હીરાનું પ્રોડક્શન ઘટ્યું

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે પણ ચાલુ રહેતા કારખાનામાં હવે ઓફિસ સ્ટાફ માટે શનિ-રવિએ રજા રખાઈ

ઈન્ટરનેશનલ માર્કેટમાં હીરાની ડિમાન્ડ વધુ હોવાથી સુરતના ડાયમંડ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ બીજી તરફ રફના ભાવમાં વધારો થતાં હીરા કારખાનેદારો દ્વારા પ્રોડક્શન ઓછું કરાઈ રહ્યું છે. તેજીના માહોલમાં રવિવારે પણ કારખાના શરૂ રાખનાર કારેખાનેદાર હવે ઓફિસ સ્ટાફ માટે શનિ-રવિ રજા રાખી રહ્યા છે.

અમેરિકા, યુએસ હોંગકોંગમાં કોરોનાના કેસ ઘટયા છે અને ત્યાં લોકડાઉન ન હોય હીરાની માંગમાં તેજી આવી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એક્સપોર્ટ પણ વધવાની શક્યતા છે. સાથે સુરતમાં બનતી ડાયમંડ જ્વેલરીની પણ ઈન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ વધી છે. ત્યારે બીજી તરફ હીરાના રફના ભાવમાં વધારો થતા હીરા ઉદ્યોગમાં અસર વર્તાઈ છે. હીરામાં તેજી હતી ત્યારે મોટા યુનિટો દ્વારા રવિવારે પણ હીરાના યુનિટો શરૂ રખાતા હતાં. પરંતુ હવે હીરાની રફના ભાવમાં વધારો થતાં પ્રોડક્શન ધીમું કરાઈ છે.

8થી 10%નો વધારો
ડાયમંડ એસો.ના પ્રમુખ નાનુ વેકરિયાએ કહ્યું કે, હાલ રફના ભાવમાં વધારો થયો છે. રશિયા, આફ્રિકાથી જે રફ આવી રહી છે તેના ભાવમાં 8થી 10 ટકાનો વધારો થયો છે. જેના કારણે હીરા કારખાનેદારોની મુશ્કેલી વધશે.

અન્ય સમાચારો પણ છે...