તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુરત:હીરા ઉદ્યોગના ભિષ્મપિતામહ ગણાતાં સ્વ.અરૂણકુમાર મહેતાના અવસાનથી હીરા બજાર બંધ રહી

સુરત3 મહિનો પહેલા
મહિધરપુરા અને મિનીબજાર માર્કેટમાં દલાલિ સહિતના તમામ કામકાજ સંપૂર્ણ બંધ રહ્યાં હતાં.
  • સુરતથી હીરાનો આંતરાષ્ટ્રીય વેપાર શરૂ કરનારાઓમાં તેમનું નામ મોખરે હતું
  • સ્વ. અરૂણકુમાર હીરા ઉદ્યોગના માર્ગદર્શક તરીકેની ઓળખ ધરાવતાં હતા

હીરા ઉદ્યોગમાં ભિષ્મપિતામહ તરીકે ઓળખાતા અને અરૂણકુમાર એન્ડ કંપની તથા રોઝી બ્લ્યૂ ડાયમંડ કંપનીના સ્થાપક અરૂણ મહેતાનું રવિવારે મુંબઈમાં નિધન થયું છે. જેનો શોક આજે સુરત અને મુંબઈના હીરા બજારો એક દિવસ બંઘ રાખીને પાળવામાં આવી રહ્યો છે. શહેરની બન્ને મુખ્ય હીરા બજાર મહિધરપુરા અને મિની બજાર સંપૂર્ણ સ્વયંભૂ બંધ રહી છે.

હીરા ઉદ્યોગ માટે માર્ગદર્શક હતા
સુરત ડાયમંડ એશોસિએશન દ્વારા સોમવારે નિર્ણય કરાયો છે કે, હીરા ઉદ્યોગના ભિષ્મ પિતામહની છાપ ધરાવતાં સ્વ.અરૂણકુમાર મહેતાના માનમાં આજે એક દિવસીય બંધ પાળવામાં આવશે. શુક્રવારે તા. 12 જૂને અરૂણ મહેતા મુંબઈ સ્થિત પોતાના નિવાસ સ્થાને બાથરૂમમાં પગ લપસી જતા કોમામાં સરી પડ્યા હતા. મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રવિવારે તેમનું મૃત્યુ થયું છે. 80 વર્ષીય અરૂણ મહેતાનું સમગ્ર હીરાઉદ્યોગમાં ખૂબ માન હતું. આ અંગે જીજેઈપીસીના રિજીયોનલ ચેરમેન દિનેશ નાવડિયા જણાવે છે કે, સ્વ. અરૂણકુમાર વર્ષ 1970માં હીરાનો આંતરાષ્ટ્રીય વેપાર શરૂ કરનારાઓમાં મોખરે નામ ધરાવતા હતા. આ સાથે હીરા ઉદ્યોગમાં એથિકલ વેપાર કઈ રીતે થાય તે માટે તેમણે ઘણું યોગદાન આપ્યું છે. હીરા ઉદ્યોગના માર્ગદર્શક હતા, ઉદ્યોગને લઈને કોઈ પણ સમસ્યાઓનું સુઝબુઝથી નિરાકરણ લાવવાની પ્રતિભાના કારણે આજે પણ નવી જનરેશનના ઉદ્યોગકારો માટે તેઓ માર્ગદર્શક છે. 69 કન્ટ્રીઝમાં તેમની હીરાની ઓફિસો કાર્યરત છે. 

માર્કેટ-સેફ્ટી વોલ્ટસ બંધ
સતત 20 વર્ષ સુધી જીજેઈપીસીની વર્કિંગ કમિટીના સભ્ય, બીડીબીની મેનેજિંગ કમિટીના સભ્ય એવા સ્વ અરૂણ મહેતાએ હીરા ઉદ્યોગની વિવિધ સંસ્થાઓમાં પોતાનું યોગદાન આપ્યું છે. જેને પગલે આજે સુરત અને મુંબઈના હીરા બજારો બંધ રાખવા માટે નિર્ણય કરાયો છે. શહેરના બંન્ને હીરા બજારો અને સેફ્ટી વોલ્ટ્સ આજે તા.16મી જૂનના મંગળવારના રોજ સંપૂર્ણ બંધ રાખીને અરૂણ મહેતાને શ્રધ્ધાસુમન આપવામાં આવ્યું છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો