વેપારીઓને માર્ગદર્શન:સુરતમાં ઉદ્યોગ સાહસિકોને હીરા ઉદ્યોગકાર ગોવિંદ ધોળકિયાએ કહ્યું, 'બિઝનેસ હોય કે લાઈફ શોર્ટકટ ન ચાલે'

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોવિંદભાઈ ધોળકિયાએ વેપારીઓને પરિવાર અને વેપાર અંગે માર્ગદર્શન આપ્યું હતું. - Divya Bhaskar
ગોવિંદભાઈ ધોળકિયાએ વેપારીઓને પરિવાર અને વેપાર અંગે માર્ગદર્શન આપ્યું હતું.
  • ભારતભરમાંથી આવેલા વેપારીઓએ ધંધામાં વ્યવહારૂ ઉકેલની ચર્ચા કરી

દેશભરના વેપારીઓના સંગઠનની બેઠક સુરતમાં યોજાઈ હતી. જેમાં હીરા ઉદ્યોગકાર ગોવિંદ ધોળકીયાએ વેપારીઓને પ્રોત્સાહક સંબોધન કરતાં કહ્યું હતું કે, 'વેપારમાં વ્યવહારૂ ઉકેલ લાવવા હંમેશા પ્રયાસ કરવા જોઈએ. વેપાર હોય કે પર્સનલ લાઈફ શોર્ટકટ ક્યારેય ન ચાલે'. વેપારીઓના પ્રોગ્રેસ ગ્રુપે સમગ્ર બેઠકમાં એકમેકના સાથથી ઉદ્યોગને કેમ આગળ વધારો અને મુશ્કેલીઓ તથા પ્રશ્નોના ઉકેલ હળી મળીને લાવવા ચર્ચા કરી હતી.

વેપારીઓને સફળ થવા પુરૂષાર્થ કરવાની સલાહ આપવામાં આવી હતી.
વેપારીઓને સફળ થવા પુરૂષાર્થ કરવાની સલાહ આપવામાં આવી હતી.

ઘરે જાવ ત્યારે પરિવાર ખુશ થવું જોઈએ-ગોવિંદભાઈ
હીરા ઉદ્યોગકાર અને શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડનાં ફાઉન્ડર અને ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાએ પ્રોગ્રેસ કલબના બિઝનેસ સાહસિકોને અનુલક્ષીને કહ્યું કે,"ઘરે જાઓ તો પૂરો પરિવાર ખુશ થઈ જાય તો માનવું કે, તમે ઘર પરિવારને લાયક છો'.લેટ્સ ગ્રો ટુગેધરની ભાવનાને વ્યાપક બનાવવા અપીલ કરાઈ હતી. સાથે જ ઉદ્યોગમાં નફો મેળવવા પ્રયત્ન કરવો પણ પાપ નહીં તેવી પ્રોત્સાહક વાત ગોવિંદભાઈએ વધુમાં કરી હતી.

વેપારીઓએ ભેગા મળીને પ્રશ્નોનું સમાધાન કાઢવા કટીબદ્ધતા દર્શાવી હતી.
વેપારીઓએ ભેગા મળીને પ્રશ્નોનું સમાધાન કાઢવા કટીબદ્ધતા દર્શાવી હતી.

ઉદ્યોગકારોના પ્રશ્નોની ચર્ચા કરાઈ
દેશભરમાં ફેલાયેલા ઉદ્યોગકારોએ પોતાના ધંધામાં આવતાં પ્રશ્નો અને તેના ઉકેલની ચર્ચા કરી હતી. સાથે જ એક મેકને ઉદ્યોગમાં સાથ સહકાર આપવાથી ધંધો ડબલ ઝડપથી વધતો હોવાની વાત પણ કરવામાં આવી હતી. સાથે જ સંગઠનમાં વેપારીઓને જોડાઈને રહેવા તથા આગામી સમયમાં પણ બેઠકો વધારીને ઉદ્યોગને આગળ વધારવાની અપીલ કરાઈ હતી.