ભાસ્કર વિશેષ:ડાયમંડ હોસ્પિટલે વધુ 175 દીકરીને 1 લાખના બોન્ડ આપ્યા અત્યાર સુધીમાં 2 હજાર દીકરીને 20 કરોડના બોન્ડ અપાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સી.આર.પાટીલના હસ્તે દીકરીઓને બોન્ડ અર્પણ કરાયા હતા. - Divya Bhaskar
સી.આર.પાટીલના હસ્તે દીકરીઓને બોન્ડ અર્પણ કરાયા હતા.
  • દીકરી જન્મે તો પ્રસૂતિનો ચાર્જ લેવાતો નથી, ઉપરાંત બોન્ડ પણ અપાય છે

સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત નાના વરાછા ચીકુવાડી ખાતે આવેલી હોસ્પિટલ દ્વારા હોસ્પિટલમાં જન્મ લેનાર બીજી દીકરીને બોન્ડ આપવામાં આવે છે, જે 20 વર્ષે 1 લાખ જેવી રકમ તેમને મળતી હોય છે. શનિવારે સાંજે સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં 175 દીકરીને બોન્ડ અર્પણ કરાયા હતા.

સંસ્થાના ચેરમેન સી પી વાનાણીએ કહ્યું કે, ડાયમંડ હોસ્પિટલ દ્વારા બેટી બચાવો અભિયાન અંતર્ગત દાતાઓના સહયોગથી કોઇપણ મહિલા અમારી હોસ્પિટલમાં પ્રસુતિ કરાવે અને તેમને બીજી દીકરી હોય તો તેમને 20 વર્ષે એક લાખ મળે તે પ્રમાણે બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 2000 દીકરીઓને 20 કરોડ જેટલી રકમના બોન્ડ અર્પણ કરાયા છે. ખૂબ જ નજીવા દરે પ્રસુતિ અને સિઝેરિયન ડિલિવરી કરવામાં આવે છે. ઉપરાંત દીકરી જન્મે તો કોઇ ચાર્જ લેવાતો નથી ઉપરથી તેમને બોન્ડ આપવામાં આવે છે.

આ પ્રસંગે આદિવાસી વિસ્તારમાં હોસ્ટેલ બાંધવાનું કામ કરતાં સંસ્થાના ઉપાધ્યક્ષ કેશુભાઈ ગોટીનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. ધારાસભ્ય વીડી ઝાલાવાડીયા, પ્રવિણ ઘોઘારી, વિવેક પટેલ, પૂર્વ મેયર નિરંજન ઝાંઝમેરા,ડૉ કનુ માવાણી, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષ નેતા હાજર રહ્યા હતા.

ન્યાત જાતના ભેદભાવ વિના સારવાર અપાય છે
સામાન્ય પરિસ્થિતિ ધરાવતા રત્ન કલાકારોના પરિવારને કેન્દ્રમાં રાખીને નિર્માણ થયેલી સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ખૂબ જ મોટી સંખ્યામાં મધ્યમ વર્ગીય અને ગરીબ પરિવારો લાભ લેતા હોય છે. આ હોસ્પિટલમાં કોઈપણ પ્રકારના ન્યાત જાત કે ધર્મના ભેદ ભાવ વગર દરેક દર્દીને સંપૂર્ણપણે રાહત દરે સેવા આપવામાં આવે છે. જેના થકી સેવાની સુવાસ પ્રસરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...