ઉચાપત કેસ:હીરા પેઢીમાં રૂ.1.16 કરોડની ઉચાપત કરનાર કર્મી ઝડપાયો, 6 હીરા સાથે 30 લાખનો મુદ્દામાલ કબજે

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહિધરપુરા જદાખાડીમાં સંસ્કાર ડાયમંડના નામથી પેઢી ચલાવતા અશોક પુનમચંદ મહેતાની દિલ્હી ખાતેની ઓફિસમાં 4 વર્ષથી સેલ્સમેન તરીકે નોકરી કરતાં કર્મચારીએ વોલ્ટમાંથી હીરા કાઢીને બારોબાર વેચી 1.16 કરોડની ઉચાપત કરી હતી. આ મામલે પુનમચંદે મહિધરપુરામાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચે નિકોલમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો.

મહિધરપુરા પોલીસ આરોપી ભરત રાજપુતને શોધતી હતી તે દરમિયાન આરોપીને અમદાવાદ ક્રાઈમબ્રાંચે બાતમીના આધારેે નિકોલમાંથી ઝડપી પાડ્યો હતો. ભરત પાસેથી 6 હીરા અને સોનાની 5 વીટી સહિત 30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આરોપીએ કબુલાત કરી હતી કે તેને દિલ્હીમાં રહીને સુરતમાં હીરાનો વેપાર કરતો હતો તેમાં તેને દેવું થઈ ગયું હતું. દેવુ ચુકવવા દિલ્હીમાંથી પેઢીના વોલ્ટમાંથી હીરા કાઢીને ઉચાપત કરી હતી. હીરા લઈને તે રાજસ્થાનની હોટલમાં રોકાતો હતો. પોતે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. તે કોર્ટે નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...