તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વરાછામાં હીરાના કારખાનામાં નોકરી કરતા બે મેનેજરોએ 9.38 લાખ રૂપિયાના હીરા ગુમ કરી દેતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર કતારગામમાં સિલ્વર સ્ટોન રીવર ખાતે રહેતા પંકજ કલ્યાણ જાસોલિયા હીરાનો વ્યવસાય કરે છે. વરાછા મિનિબજારમાં ડાયમન્ડ વર્લ્ડમાં તેમનું ખાતું છે.
તેમના ત્યાં આરોપી રાજેશ ઉર્ફ રાજુ ભીમજી લખાણી અને પંકજ પ્રાગજી જોઈસર મેનેજર તરીકે નોકરી કરે છે. બંનેએ ખાતામાંતી 9.37 લાખ રૂપિયાની કિંમતના હીરા ગુમ કરી નાખ્યા હતા. બંને વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસમાં ફરિયાદ દાખલ કરાવાઈ
પોલીસના જણાવ્યા મુજબ કતારગામ હાથી મંદિર રોડ સિલ્વર સ્ટોન રીવરમાં રહેતા મૂળ ભાવનગરના પંકજભાઈ કલ્યાણભાઈ જાસોલીયા (ઉ.વ.36) હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને વરાછા મીનીબજાર પાસે ડાયમંડ વર્લ્ડમાં બીજા માળે હીરાનું કારખાનું ધરાવે છે. પંકજભાઈએ ગઈકાલે તેના કારખાનામાં મેનેજર રાજેશ ઉર્ફે રાજુ ભીમજી લકાણી (રહે, ચિત્રકુટ ઍપાર્ટમેન્ટ પાસોદરા કામરેજ) અને પંકજ પ્રાગજી જાઈસર (રહે, દશરથનગર સોસાયટી વડવાળા સર્કલ કાપોદ્રા) સામે ફરિયાદ નોંધાવી હતી.
9.37 લાખના હીરા ગૂમ કર્યા
ફરિયાદમાં પંકજભાઈઍ જણાવ્યું હતું કે, આરોપીઓએ એકબીજાની મદદથી હીરાના આપેલા પાંચ પેકેટમાંથી ડી-1. ડી-2 અને એન-1 વાળા હીરાના ત્રણ પેકેટ જેની કિંમત રૂપિયા 9.37લાખ થાય છે.આ હીરાના પેકેટ સગેવગે કરી નાંખી છેતરપિંડી કરી હતી. પોલીસે પંકજભાઈ જાસોલીયાની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.