તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિકાસ:હીરા એક્સપોર્ટમાં 27 ટકાનો વધારો 3 માસમાં 45 હજાર કરોડની નિકાસ

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિન્થેટિક ડાયમંડની નિકાસમાં 202.29 ટકાનો વધારો
  • 2020ના એપ્રિલ જૂનમાં 36 હજાર કરોડની નિકાસ થઈ હતી

ગત વર્ષે જૂન અને જૂલાઈની સરખામણીમાં આ વર્ષે કટ અને પોલિશ્ડ ડાયંડની નિકાસમાં 20.34 ટકા જ્યારે સિન્થેટિક ડાયમંડની નિકાસમાં 202.29 ટકાનો વધારો થયો છે.

અમેરિકા, હોંગકોંગ ચાઈના સહિતના માર્કેટ ખુલતા હીરા જ્વેલરીઓની માંગ વધી છે. જૂન 2021માં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં 24.46 ટકાનો વધારો થયો છે એટલે કે રૂ. 14512.11 કરોડના હીરાની નિકાસ થઈ જ્યારે જુન 2019માં રૂ.11660.29 કરોડની જ્યારે એપ્રિલથી જુન 2021માં કટ અને પોલિશ્ડ ડાયમંડની 26.45 ટકાના વધારા સાથે 45741 કરોડ રૂપિયાની જ્યારે એપ્રિલથી જૂન 2021માં 36173 કરોડના હીરાનું એક્સપોર્ટ થયું છે.

તમામ ઓર્ડર પૂર્ણ કરવામાં આવી રહ્યા છે
જીજેઈપીસીના ચેરમેન કોલિન શાહ કહે છે કે, ભારત માટે સૌથી મોટું માર્કેટ યુએસએ છે. જીજેઈપીસી દ્વારા વર્ચ્યુઅલ બાયર-સેલર મીટ અંતર્ગત અનેક ભારતીય એક્ઝિબીટર્સ દ્વારા મેળવેલા ઓર્ડરને પૂર્ણ કરવામાં આવે છે. હાલના માર્કેટમાં ડાયમંડની સાથે સ્ટડેડ જ્વેલરીના એક્સપોર્ટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જે આપણા માટે સારા સમાચાર છે.

ક્યાં વર્ષમાં કેટલા મિલિયન ડોલરના હીરા એક્સપોર્ટ થયા

વિગત201920202021વૃદ્ધી
કોમોડિટીએપ્રિલ, જૂનએપ્રિલ, જૂનએપ્રિલ,જૂન(%)
કટ પોલિશ્ડ ડાયમંડ5203.441801.686261.8520.34
સિન્થેટિક ડાયમંડ86.3638.99261.05202.29
અન્ય સમાચારો પણ છે...