તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત શહેરના મહિધરપુરામાં ઓફિસ ધરાવતા હીરા વેપારી સાથે રૂપિયા 18.27 લાખના હીરાની ઠગાઈ થઈ છે. ઠગબાજે પોતાની ઓળખ મોટા હીરા વેપારી તરીકે આપી દલાલ મારફતે હીરા વેપારી અમિતને હીરા લઈને તેની ઓફિસમાં બોલાવ્યા બાદ નજર ચૂકવી હીરાના પેકેટ લઈ વેપારી અને તેના દલાલને ઓફિસમાં બંધ કરી નાસી ગયો હતો. ઠગબાજની ઓફિસમાંથી વેપારીની ચિલ્ડ્રન બેન્કની બે હજારની નકલી નોટો પણ મળી આવી હતી. વેપારીએ તેના મિત્રને બોલાવી ઓફિસનું લોક તોડી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ ઠગબાજ અજય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મોટો હીરા વેપારી હોવાનું કહી વિશ્વાસ કેળવ્યો હતો
અમરોલી કોસાડ રોડ દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા અમીતભાઈ જયંતિભાઈ તાળા (ઉ.વ.36) મહિધરપુરા ખાતે ખુશી બિલ્ડિંગમાં ઓફિસ રાખી હીરા ટ્રેડીંગનું કામકાજ કરે છે. અમીતભાઈ તેના હીરા વેપારી જીજાજી ભાવેશભાઈ દુધાગરાના મિત્ર હીરા દલાલ પિયુષ માધવજી સીહોરા સાથે તેની પાર્ટીને હીરા બતાવવા માટે વરાછા મીનીબજાર ઠાકોરદ્રાર સોસાયટીમાં આવેલ સાયોના જવેલર્સ નામની ઓફિસમાં ગયા હતા. જ્યાં અજય વાવડીયાએ પોતે મોટાપાયે હીરાનો લે-વેચનો વેપારી તરીકેની ઓળખ આપી કાર્ડ આપ્યું હતું. જેમાં તેનું એડ્રેસ હૈદરાબાદનું લખ્યું હતું. અમીતભાઈ તેની સાથે 37 કેરેટના એક હીરાનું પડીકું બતાવવા લઈ ગયા હતા. હીરા અજયે તેને પસંદ હોવાનુ કહી વધારે હીરાનો માલ લઈને ઓફિસમાં બોલાવ્યો હતો જેથી અમીતભાઈ બીજા દિવસે કુલ રૂપિયા 18,27,000ની કિંમતના 63.02 કેરેટના ત્રણ હીરાના પેકેટ લઈને ગયા હતા.
હીરા બોઈલ કરવાનું કહીં ઓફિસમાંથી નીકળી ગયો
હીરા વેપારી અમીત અને દલાલ પિયુષ ઓફિસમાં અજય મશીનમાં પૈસા લઈને પ્લાસ્ટીકની થેલીમાં મુકતા હતા. અજયે હીરા તેના ભાઈને બતાવ્યા હતા. દરમિયાન અજયે તમને રફ હીરામાં ખબર પડે હોવાનું પુછતા અમીતભાઈએ હા પાડતા અજયે તેની પાસે 1700 કેરેટના રફ હીરા છે તમે જોઈને મને આની કિંમત કહો તેમ કહી એક પ્લાસ્ટીકના ડબ્બામાંથી હીરાના પેકેટ કાઢી અમીતભાઈને બતાવ્યા હતા. હીરામાં વાઈટનર લાગેલ છે હીરા બોઈલ કરવાથી તેનું વાઈટનર નીકળી જશે તેમ કહી બીજા રૂમમાં બોઈલ કરવા માટે ગયો હતો.
મિત્રને ફોન કરી ઓફિસમાંથી બહાર નીકળ્યા
અમીતે હીરા ટેબલના ડ્રોવરમાં મૂકી બોઈલના હીરા લેવા માટે બાજુમાં ગયા હતા. જોકે કલાક થવા છતાં અજય વાવડીયા પાછો નહી આવતા રૂમમાં તપાસ કરતા મળી આવ્યો ન હતો અને રૂમને તાળું મારેલું હતું. પિયુષે કાચની કેબીનમાંથી જોતા અજય દેખાયો ન હતો. અમીતભાઈને ખ્યાલ આવી ગયો હતો કે, અજય વાવડીયાએ વાતોમાં પાડી તેના રૂપિયા 18.27 લાખના હારી લઈને ફરાર થઈ ગયો હતો. પિયુષે તેના મિત્ર ભૌતિકને ફોન કરી ઓફિસમાં બોલાવતા લોક ખોલી બહાર કાઢ્યા હતા. બનાવ અંગે પોલીસે અમીતની ફરિયાદ લઈ અજય વાવડીયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.