તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજથી નવા વર્ષની શરૂઆત થઈ છે. કોવિડ-19 મહામારીને કારણે લોકડાઉન બાદ પ્રકાશના પર્વ દિવાળીથી બજારમાં સકારાત્મક માહોલનું સર્જન થયું છે. દિવાળીને કારણે બજારમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે અને લોકોમાં ઉજ્જવળ ભવિષ્ય માટેની આશા જન્મી છે. સુરત ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું શહેર છે અને ભારતમાં ટોચના રેન્ક ધરાવતા સ્માર્ટ સિટીઝ પૈકીનું એક છે. રોકાણકારો માટે આ ઉત્તમ સમય છે કારણ કે, સુરત શહેર વૃદ્ધિની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. સુરતમાં ટેક્સટાઇલ, ડાયમંડ અને રિયલ એસ્ટેટ માર્કેટ સહિતના ચાવીરૂપ સેક્ટર્સમાં તેજી જોવાઇ રહી છે. માઇક્રો માર્કેટ્સ વચ્ચે જોડાણને સરળ બનાવતા માળખા, સારી હેલ્થકેર અને શૈક્ષણિક સંસ્થાઓ શહેરની જીવનશૈલી ઉપર સકારાત્મક અસર પેદા કરી રહ્યાં છે. વધુમાં આગામી સુરત ડાયમંડ બુર્સ પણ નજીકના ભવિષ્યમાં સુરત શહેર માટે ગેમ ચેન્જર સાબિત થશે.
વરાછામાં રેસિડેન્શિયલ અને કમર્શિયલ રિયલ એસ્ટેટની માંગ
સુરતમાં વરાછા વિસ્તારની વાત કરીએ તો તે ઝડપથી વિકાસ સાધતો વિસ્તાર છે. અહીં રેસિડેન્શિયલ અને કમર્શિયલ રિયલ એસ્ટેટની માંગ સાથે વરાછા અને મોટા વરાછા પોઝિટિવ ટ્રેક ઉપર છે. સુરત શહેરમાં તમામ વિકાસ કામગીરીનો લાભ વરાછા વિસ્તારને થશે. કારણ કે, મોટાભાગના ટેક્સટાઇલ અને ડાયમંડ બિઝનેસ અહીં આવેલા છે તેમજ આ ઉદ્યોગોમાં કામ કરતાં લોકો આસપાસના વિસ્તારમાં જ રહેવાનું પસંદ કરે છે.
ડાયમંડ બુર્સઃ
સુરત ડાયમંડ બુર્સ વર્ષ 2022 સુધીમાં શરૂ થશે. એકવાર તે શરૂ થયાં બાદ તમામ અગ્રણી ડાયમંડ કંપનીઓ, ડાયમંડ એકમો અને ઓફિસો મુંબઇથી સુરતમાં આવશે. તેમાંથી કેટલાક પહેલેથી જ શહેરમાં આવી ગયા છે. તેનાથી સુરતમાં ડાયમંડ બિઝનેસને બળ મળવાની સાથે-સાથે શહેરની પ્રગતિ પણ થશે. તેના પરિણામે રોજગારની નવી તકોનું સર્જન થશે તેમજ કામદારો અને કર્મચારીઓની એફોર્ડેબલ હાઉસિંગની માગ વધશે. આ માઇગ્રેશનથી રિયલ એસ્ટેટ ઉદ્યોગને પ્રત્યક્ષ લાભ થશે. મહત્વપૂર્ણ છે કે ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા મોટાભાગના લોકો સૌરાષ્ટ્રના છે, જેમાં ફેક્ટરીના માલીકો અને કામદારો બંન્ને સામેલ છે. ચોક્કસપણે વરાછા અને મોટા વરાછા વિસ્તાર માઇગ્રન્ટ્સના રહેઠાંણ માટેની પ્રથમ પસંદગી રહેશે.
એફોર્ડેબલ હાઉસિંગઃ
મોટી સંખ્યામાં ઉદ્યોગો અને આગામી ડાયમંડ બોર્સની ઉપસ્થિતિથી રોજગાર બજાર ઉપર સકારાત્મક અસર થશે અને પરિણામે એફોર્ડેબલ હાઉસિંગની માગ વધશે. વરાછા અને મોટા વરાછા શહેરમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટી બાબતે ઝડપી વિસ્તરણ માટે સજ્જ છે. આ વિસ્તારમાં મિડલ ઇન્કમ ગ્રુપ તરફથી બે-ત્રણ બીએચકે ફ્લેટની ઉંચી માગ છે. મુંબઇથી સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીના માઇગ્રેશન સાથે એફોર્ડેબલ ફ્લેટ્સની માગ ધીમી પડશે નહીં. આથી સુરતમાં ઘણી રિયલ એસ્ટેટ કંપનીઓ અને બિલ્ડર્સ સારી જીવનશૈલી સાથે નીચા બજેટમાં પૂરતી સુવિધાઓ ધરાવતા ફ્લેટ્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે.
વરાછા વિસ્તારમાં પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે હાલ ઉત્તમ સમય
ઘણા રિયલ એસ્ટેટ બિલ્ડર્સ અને નિષ્ણાંતોનું કહેવું છે કે, જો તમે વરાછા વિસ્તારમાં પ્રોપર્ટીમાં રોકાણ કરવા ઇચ્છતા હોવ તો હાલ ઉત્તમ સમય છે. શહેર ઝડપી પ્રગતિ કરી રહ્યું છે અને રિયલ એસ્ટેટ સેક્ટર આશાસ્પદ જોવાઇ રહ્યું છે. આથી સમજદારીથી રોકાણ કરી શકાય.
મહામારીનો રિયલ એસ્ટેટે કેવી રીતે સામનો કર્યોઃ
રિયલ એસ્ટેટ ઉદ્યોગે મહામારીનો અદ્ભુત રીતે સામનો કર્યો છે અને પ્રોપર્ટીના ભાવમાં ભારે વધઘટ આવી નથી, તેથી રિયલ એસ્ટેટમાં રોકાણના હાલ ઉત્તમ સમય છે. જો આગામી સમયમાં ઉદ્યોગની ઝડપી વૃદ્ધિ જળવાઇ રહેશે તો રિયલ એસ્ટેટના દરોમાં વધારો થઇ શકે છે અને ભવિષ્ય ઉજ્જવળ રહેશે. ધીરજ, સકારાત્મક અભિગમ અને એકતા રિયલ એસ્ટેટ ઉદ્યોગની પ્રગતિ માટે કારણભૂત છે. હવે સાબિત થયું છે કે જ્યારે પણ ઉદ્યોગ સકારાત્મક અભિગમ રાખે ત્યારે પ્રગતિ અવિરત રહે છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.