ખજોદના ડ્રિમસિટીમાં ડાયમંડ બુર્સમાં 7 કરોડના ખર્ચે 13 એકરમાં 56 હજાર છોડનું પ્લાન્ટેશન કરાશે. ડાયમંડ બુર્સના દરેક માળ પર હવા શુદ્ધ રાખવા દરેક માળે વર્ટીકલ ગાર્ડન તૈયાર કરાયું છે. જેમાં અલગ અલગ રાજ્યોમાંથી લાવવામાં આવેલા ઈન્ડરો પ્લાન્ટ મુકવામાં આવશે. ડાયમંડ બુર્સના નિર્માણનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. જેમાં 300, 500 અને 1000 ફૂટની 4200 ઓફિસો છે. નરેન્દ્ર મોદી ઉદ્ધઘાટન માટે સમય આપે તેની હવે રાઈ જોવાઈ રહી છે.
આંધ્રપ્રદેશ, પ.બંગાળ, યુપી સહિતના રાજ્યોથી છોડ મંગાવાયા
ડાયમંડ બુર્સ બિલ્ડિંગમાં એક સાથે દોઢ લાખ લોકો કામ કરી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. આટલી મોટી સંખ્યામાં લોકો કામ કરતાં હોય ત્યારે તેમને શુદ્ધ હવા મળી રહે તે માટે દરેક માળ પર સ્પાઈનમાં વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. જેમાં ઈન્ડોર પ્લાન્ટ મુકવામાં આવશે જે હવાને શુદ્ધ કરવાનું કામ કરશે.
આ શહેરોમાંથી મંગાવવામાં આવ્યા પ્લાન્ટ : ડાયમંડ બુર્સમાં દરેક બે બિલ્ડિંગોની વચ્ચે ગાર્ડન બનાવાયા છે. ગાર્ડનમાં પંચતત્વ થીમ પર સ્કલ્પચર મૂકાયા છે. સાથે સાથે ગાર્ડનમાં વિવિધતા લાવવા માટે દેશના અલગ રાજ્યોમાંથી છોડ મંગાવાવમાં આવ્યા છે. જેમાં ચેન્નાઈ, આંધ્રપ્રદેશ, કલકત્તા, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને નવસારીથી છોડ મંગાવાવમાં આવ્યા છે.
ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટથી નિર્માણ : સુરત ડાયમંડ બુર્સના ડિરેક્ટર મથુર સવાણી કહે છે કે, ‘સુરત ડાયમંડ બુર્સ સંપૂર્ણપણે ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટથી બનાવવામાં આવ્યું છે. એટલા માટે અમે ગણેશ સ્થાપના અને મહાઆરતીનું વિશ્વ પર્યાવરણ દિવસના રોજ આયોજન કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.