આયોજન:વરાછામાં હોસ્પિટલ માટે ડાયમંડ એસો.એ પાલિકા પાસે જગ્યા માંગી

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલ, બ્લડ બેંક, નર્સિંગ કોલેજ બનાવવાનું આયોજન

ડાયમંડ એસોસિએશને 200 બેડની હોસ્પિટલ, બ્લડ બેંક, નર્સિંગ હોસ્ટેલ તેમજ ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે 10 હજાર વાર જગ્યાની માંગણી પાલિકા પાસે કરી છે. આ આયોજન પાછળ 50 કરોડ ખર્ચની પણ ગણતરી મુકવામાં આવી છે. આ બાબતે મેયરથી લઇને તમામ પદાધિકારીઓ અને કમિશનરને લેખિતમાં પત્ર પાઠવાયો હતો.ડાયમંડ એસો.ની ડાયમંડ હોસ્પિટલ જેવી રાહતદરે સારવાર આપતી હોસ્પિટલ શહેરના અન્ય વિસ્તારોમાં પણ શરૂ થાય તેવી લોકોની માંગ હતી. જેને પગલે ડાયમંડ એસોસિએશને મોટા વરાછા, ઉત્રાણ, કોસાડ વિસ્તારમાં અદ્યતન સાધનોથી સજ્જ એવી વધુ એક હોસ્પિટલ શરૂ થાય તે માટેની તૈયારીઓ શરૂ કરી હતી.

એસો.દ્વારા ડાયમંડ હોસ્પિટલ કાર્યરત છે
ડાયમંડ એસો.એ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની પી.પી.પી યોજના હેઠળ પાલિકાના સહયોગથી ચીકુવાડી, નાના વરાછામાં વર્ષ 2014થી ડાયમંડ એસો.ની આરોગ્ય સમિતિ ડાયમંડ હોસ્પિટલ સફળતા પૂર્વક ચલાવી આર્થિક રીતે મુશ્કેલી અનુભવતા મધ્યમ વર્ગના લોકો, રત્ન કલાકારો તેમજ શહેરના દરેક લોકોને રાહત દરે આરોગ્ય સેવા પૂરી પાડી રહી છે. મોટા વરાછા,ઉત્રાણ, કોસાડમાં સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો વસવાટ કરે છે. તેથી આ વિસ્તારમાં હોસ્પિટલ બનાવવા વિચારણા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...