તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકાર્ય:51 લાખના 7 મશીનથી સજ્જ ડાયાલિસિસ સેન્ટર રોટરી ક્લબ ઓફ સુરતે અર્પણ કર્યું

સુરત13 દિવસ પહેલા
 • કૉપી લિંક

આંતરરાષ્ટ્રીય સંસ્થા રોટરી ક્લબ ઓફ સુરતે રૂપિયા 51 લાખના ખર્ચે 7 આધુનિક ડાયાલિસિસ મશીનવાળું ડાયાલિસિસ સેન્ટર ભટાર રોડ સ્થિત શ્રી ગુરૂનાનક ધર્માર્થ હોસ્પિટલમાં જાહેર જનતા માટે અર્પણ કર્યું હતું. જેમાં દર્દીઓને નજીવા દરે ડાયાલિસિસ કરાવવામાં આવશે.

રોટરી ક્લબ ઓફ સુરતના પ્રમુખ ડો. અજય મહાજને જણાવ્યું હતું કે, રોટરી ક્લબ ઓફ સુરતના સભ્ય રોટેરીયન ભવાની મહેતા અને ભૂતપૂર્વ પ્રમુખ રોટેરીયન નરેન્દ્ર મહેતાના માતબર દાન, રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીકટ 3060 તેમજ રોટરી ઇન્ટરનેશનલની અન્ય ક્લબોના સહયોગથી આ ડાયાલિસિસ સેન્ટર જનતા માટે અર્પણ કરાયું છે.

હોસ્પિટલના મદનગોપાલ નારંગે જણાવ્યું હતું કે, ડાયાલિસિસ સેન્ટરનો ઉમેરો થતા સેવા કાર્યમાં વધુ ઝડપ આવશે. ભવિષ્યમાં અહીં 20 મશીનો મુકાશે. રોટરી ગવર્નર પ્રશાંત જાનીએ કહ્યું હતું કે, 84 વર્ષ જૂની સંસ્થા રોટરી ક્લબ ઓફ સુરતે કાયમી પ્રોજેક્ટની દિશામાં જે પગલું ભર્યું છે તે નવી દિશા ચિંધનારુ બનશે. આજે સામાજિક સેવાના ક્ષેત્રમાં સૌથી મોટું પ્રદાન થઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો