તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડક અમલીકરણ:સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા કતારગામમાં ધીરજ સન્સ, ડી-માર્ટ સીલ કરાયું

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં કોરોનાની ગંભીર સ્થિતિ છતાં બુધવારે કતારગામમાં ધીરજસન્સ અને ડી-માર્ટમાં લોકોની ભીડ થતાં પાલિકાએ સીલ મારી 11,500નો દંડ ફટકાર્યો હતો.

અગાઉ ત્રણ-ત્રણ વખત બંને સુપર સ્ટોર્સને દંડ કરવા છતાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે કોઇ વ્યવસ્થા કરી ન હતી
કતારગામ ઝોનની ટીમે બુધવારે વિવિધ સુપર સ્ટોર્સ તથા મોલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં નગીનાવાડી રોડ પર આવેલા યોગ સ્ટોર, સુમુલ ડેરી રોડ સ્થિત શશીકાંત બ્રધર્સ, વેડરોડ સ્થિત રીલાયન્સ સ્માર્ટ, કાંસાનગર સ્થિત ધીરજસન્સ, સિંગણપોરમાં ડી-માર્ટ સ્ટોર્સમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ધીરજસન્સ અને ડી-માર્ટમાં લોકોની ભારે ભીડ અને સોશીયલ ડિસટન્સના ધજાગરા ઉડતા હોવાથી બંને સુપર સ્ટોર્સને સીલ મરાયા હતા. અગાઉ ત્રણ-ત્રણ વખત બંને સુપર સ્ટોર્સને દંડ કરવા છતાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે કોઇ વ્યવસ્થા કરી ન હતી. જેથી આખરે પાલિકાએ સુપર સ્ટોર્સને સીલ કરી દીધું હતું. ઉપરાંત કતારગામમાં ચીકુવાડી, બાલાશ્રમ થી હેલ્થ સેન્ટર, કાંસા નગર થી અમરોલી બ્રીજ, મનીષા ગરનાળા થી વી.આઈ.પી. સર્કલ, માનસરોવર સર્કલ વિગેરે વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...