• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Dharna In Front Of Police Commissioner's Office After Detention Of Congress Workers From Ongoing Meeting, Women Showed Their Anger By Showing Bangles

ઉગ્ર વિરોધ:સુરતમાં ચાલુ મિટિંગમાંથી કોંગ્રેસી કાર્યકરોની અટકાયત થતાં પોલીસ કમિશનર કચેરી સામે ધરણાં, મહિલાઓએ બંગડી બતાવી રોષ પ્રગટ કર્યો

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચાલુ મિટિંગમાંથી અટકાયત કરી હોવાથી આજે કોંગ્રેસીઓ દ્વારા પોલીસ કમિશનર કચેરી સામે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. - Divya Bhaskar
ચાલુ મિટિંગમાંથી અટકાયત કરી હોવાથી આજે કોંગ્રેસીઓ દ્વારા પોલીસ કમિશનર કચેરી સામે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
  • પોલીસ ભાજપના એજન્ટ તરીકે કામ કરતી હોવાના કોંગ્રેસીઓના આક્ષેપ

બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ત્યારે ગત રોજ ઈશ્વર ફાર્મ ખાતે કોંગ્રેસની મીટીંગ મળી હતી.જેમાંથી પોલીસ દ્વારા કોંગ્રેસીઓની અટકાયત કરવામાં આવી હતી. ચાલુ મિટિંગમાંથી અટકાયત કરી હોવાથી આજે કોંગ્રેસીઓ દ્વારા પોલીસ કમિશનર કચેરી સામે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓએ બંગડી બતાવી વિરોધ કર્યો હતો. સાથે જ કહ્યું હતું કે,ભાજપના એજન્ટ તરીકે પોલીસ કામ કરી રહ્યું હોવાથી અમે પોલીસ કમિશનર પાસે આ વાતનો જવાબ માંગવા આવ્યા છીએ કે, અમારી અટકાયત શા કારણે કરવામાં આવી અને અમારા ઉપર જુલમ શા માટે ગુજારવામાં આવે છે.

પોલીસ ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે

કોંગ્રેસના અગ્રણી કલ્પેશ બારોટ એ જણાવ્યું હતું કે,ઈશ્વર ભામ ખાતે અમારી કારોબારીની મીટીંગ મળી હતી. જેમાં ભાજપના કહેવાથી પોલીસે ઈશ્વર ફાર્મમાં આવી અમારી અટકાયત કરી હતી. પોલીસે ભાજપના એજન્ટ તરીકે કામ કર્યું હતું. તેના વિરોધમાં આજે ધરણા બાદ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવશે. જોકે, ભાજપના કહેવાથી પોલીસ અમને વિરોધ પ્રદર્શન કરવા દેતી પણ નથી.

પોલીસ કમિશનર પાસે જવાબ માગીશું

બંગડીઓ દર્શાવી વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના ભારતીય પટેલે જણાવ્યું હતું.તે લઠ્ઠા કાંડનો કાર્યક્રમ હોવાનું સમજી કોંગ્રેસની પ્રીમાઈસીસમાં ઘૂસી જઈને પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી અને અમને ખટોદરા અને મહિલાઓને ઉમરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. અમારી સાથે જોર જબરદસ્તી પણ કરવામાં આવી હતી.જેના કારણે ઈજાઓ પણ અમને પહોંચી હતી. ગૃહ મંત્રીના ઇશારે અમને ગમે ત્યારે અટકાયત કરી દેવામાં આવે છે.આજે અમે વિરોધ કરવા માટે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા છીએ. પરંતુ અમને અંદર જવા દેવામાં આવતા નથી અને પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોડન કરી લેવામાં આવ્યો છે. અમે પોલીસ કમિશનરને મળીને તેમની પાસેથી જવાબ માંગીશું કે,અમારી સાથે આવો અન્યાય શા માટે કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...