તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રેષ્ઠ ઉદાહરણ:ધરમપુર-વાંસદાની આદિવાસી બહેનો વર્ષે 500 કાર્પેટ બનાવે છે, જે વિદેશમાં 2 લાખ રૂપિયા સુધી વેચાય છે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
હાથવણાટની કાર્પેટની ડિમાન્ડ અમેરિકા, ઇટાલી, યુરોપમાં વધુ - Divya Bhaskar
હાથવણાટની કાર્પેટની ડિમાન્ડ અમેરિકા, ઇટાલી, યુરોપમાં વધુ
 • 1000થી ‌વધુ આદિવાસી મહિલાઓ આત્મનિર્ભર બની

ધરમપુરના મહત્તમ ગામોમાં આદિવાસી મહિલાઓ ઘર આંગણે ‘કાર્પેટ ઉદ્યોગ’થકી ઉન અને સિલ્કમાંથી હાથવણાટની કાર્પેટ બનાવી રોજગાર મેળવી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. ધરમપુરનાં અંતરિયાળ વિસ્તારના 20 જેટલા ગામોમાં પરિવાર અને રોજગારીનું તાદાત્મ્ય સાધી 1000થી વધુ આદિવાસી મહિલાઓ દ્વારા ઘરઆંગણે બની રહેલી હાથ બનાવટની વિવિધ આકર્ષક કાર્પેટ વાયા જયપુર થઇ અમેરિકા, ફાંસ, ઇટાલી સહિત યુરોપના દેશોમાં એક્સપોર્ટ થાય છે.

જે ત્યા સાઇઝ પ્રમાણે 50 હજારથી 2 લાખ રૂપિયા સુધી વેચાય છે. દિવસભર સ્વતંત્ર રીતે પ્રતિ લુમ્સ પર કાર્પેટ બનાવતી મહિલાઓને જયપુરની સરસ્વતી ગ્લોબલ પ્રા. લિમિટેડ અને અન્ય કાર્પેટની કંપની મહિલાઓને ઘરઆંગણે રો-મટીરીયલ, ઉન, સિલ્ક, ડિઝાઈનો અને લુમ્સ પૂરું પાડી પ્રતિ સ્ક્વેર ફૂટના રૂપિયા 600 થી 700 આપે છે.

આ દેશોમાં થાય છે એક્સપોર્ટ : અમેરિકા, ઇટાલી, યુરોપ, ડેનમાર્ક, આફ્રિકા, યુએઈ, ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જાપાન, ઇઝરાઈલ, સ્વીડન, નેધરલેન્ડ, સાઉથકોરીયા, જર્મની

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો